ભરતી ભરતી કાયમી ભરતી.. તો મનપાના દસ વર્ષથી કામ કરતા રોજમદારોની હાલત કફોડી થાય તેવા સંકેત

Spread the love

 

 

આઉટસોર્સિંગ તરીકે કામ કરતા કર્મચારીઓની જામીનગીરી ક્યારે?

કાયમી ભરતીથી અનેક કર્મીઓને ઘરે બેસવાનો વારો આવશે

ભરતી ભરતી કાયમી ભરતી.. તો મનપાના દસ વર્ષથી કામ કરતા રોજમદારોની હાલત કફોડી થાય તેવા સંકેત


GJ-18 મહાનગરપાલિકા જ નહીં પણ રાજ્યની મનપા, સિવિલ હોસ્પિટલ, બોર્ડ, નિગમોમાં આવા લાખો કર્મચારીઓ આઉટસોર્સિંગમાં ફરજ બજાવે છે ત્યારે આ લોકો માટે સરકાર કોઈ જામીનગીરી વિશે વિચારે આ ઉંમરે હવે આ લોકો ક્યાં જશે?

કોરોનાની મહામારીમાં ૧૦ થી ૧૫ વર્ષ સુધી આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મીઓને ઘરે તગેડી મૂકવામાં આવે તો તેઓનું ભવિષ્ય શું? ઘર કઈ રીતે ચલાવશે, બાકી મોટા ભાગનું તંત્ર આઉટસોર્સિંગના કર્મચારીઓથી ચાલે છે, અને કામ પણ કરી બતાવ્યું છે, 

સરકારમાં તથા મહાનગરપાલિકા નિગમોમાં જે રિટાય થયા બાદ કર્મચારીઓને લેવામાં આવે છે તેમને તો પેન્શન આવે છે તેમની જરૂરિયાત નથી તો પછી આ યુવાનોને તક આપો, બાકી કોમ્પ્યુટર થી લઈને અનેક કામોમાં એક્સપર્ટ છે


 

 

 

ગુજરાતમાં અત્યારે મોટા ભાગની સરકારી કચેરીઓ, નિગમો, કોર્પોરેશનો, આઉટસોર્સિંગથી ચાલે છે, ત્યારે હવે મહાનગરપાલિકા પોતે કાયમી ભરતી કરતા અનેક કર્મચારીઓની છટણી થઈ જશે, ત્યારે ૧૦ થી ૧૫ વર્ષનું વર્ગ-૪ અને વર્ગ-૩માં કામ કરતા આ કર્મચારીઓનું ભવિષ્ય શું? ખાયાપીયા કુછ નહી, ગ્લાસ તોડા બાર આના જેવો ઘાટ સર્જાશે, બાકી મહાનગરપાલિકા ને જે દિલ્હી ખાતે એવોર્ડ મળ્યો તે વર્ગ ૪ ના સ્વીપરથી લઈને પટાવાળા, ડ્રાઈવર, અને વર્ગ-૩ના આઉટસોર્સિંગ કર્મચારીઓને મોટો ફાળો કહી શકાય,  મહાનગરપાલિકાના આરોગ્ય શાખાનું ટન ટનાટન ટન કામ રહ્યું છે, ત્યારે આ બાબતે સરકારે પણ હસ્તેક્ષેપ કરવાની જરૂર છે, મનપા ઊભી કરી અને મનપાને ચાર ચાંદ જો દિલ્હી સુધી લગાવ્યા હોય તો આઉટસોર્સિંગ તરીકે કામ કરતા કર્મચારીઓ વંદનીય કહી શકાય, હાલમાં કાયમી ભરતી કરવા તૈયારીઓ દરેક મહાનગરપાલિકા દ્વારા આરંભી છે કાયમી થઈ ગયા બાદ નોકરીમાંથી છૂટા કરવાનો ડર રહેતો નથી ત્યારે અહીંયા ૧૦ થી ૧૫ વર્ષથી પટાવાળા ડ્રાઇવર સ્વીપર તરીકે જુડાતા કર્મીઓને કાયમી કરવાનો રસ્તો મનપા પાસે સ્વતંત્ર છે અને કાયમી ના કરો તો સ્યોરીટી એટલે કે જામીનગીરી જેવું કાંઈક કરો જેથી પોતે જે કામ કરી રહ્યો છે તેમાં જે નોકરીનો ડર છે તે હટી જાય બાકી આ લોકોની લાઈફનું શું? કાયમી થવાની આશાએ આવ્યા હતા પણ હવે કાયમી તો ના થયા પણ રોજમદારોમાંથી પણ છુટા કરવાનું કરે તો આ લોકો ક્યાં જશે? બાકી આ લોકોએ મનપાને ઉંચી લાવવા અથવા પ્રયત્નો કર્યા છે,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *