નેપાળ બાદ ફ્રાન્સ ભડકે બળ્યું, સરકાર સામે પ્રદર્શન:એક લાખ લોકો રસ્તા પર ઊતર્યા, ઘણી જગ્યાએ આગચંપી

Spread the love

 

નેપાળ બાદ ફ્રાન્સમાં પણ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. બુધવારે બજેટમાં કાપનો વિરોધ કરવા અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગ કરવા માટે 1 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો ઇમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. રાજધાની પેરિસમાં આગચંપી થઈ રહી છે અને લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગચંપી પણ કરી છે. સરકારે 80 હજાર પોલીસકર્મીઓને તહેનાત કર્યા છે. અત્યાર સુધીમાં 200થી વધુ પ્રદર્શનકારીઓઓની ધરપકડ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનના 4 કારણોઃ
રાષ્ટ્રપતિ મેક્રોનની નીતિઓ: જનતાનો એક મોટો વર્ગ માને છે કે મેક્રોનની નીતિઓ સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ છે અને ધનિક વર્ગને ફાયદો પહોંચાડે છે.
બજેટ કાપ: સરકારે ખર્ચમાં ઘટાડો કર્યો છે, કલ્યાણકારી યોજનાઓમાં ઘટાડો કર્યો છે અને આર્થિક સુધારા લાગુ કર્યા છે. આનાથી સામાન્ય લોકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ પર દબાણ વધ્યું છે.
2 વર્ષમાં 5 PM: હાલમાં સેબેસ્ટિયન લેકોર્નુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. બે વર્ષથી ઓછા સમયમાં આ પાંચમા વડાપ્રધાન છે. આનાથી લોકોમાં અસ્થિરતા અને અસંતોષ વધ્યો છે. પ્રદર્શનકારીઓ ઇચ્છે છે કે તેમની નિમણૂકની શરૂઆતથી જ સરકાર પર દબાણ લાવવામાં આવે.
‘બ્લોક એવરથિંગ’ આંદોલન: ડાબેરી ગઠબંધન અને પાયાના સંગઠનોએ આ સૂત્ર સાથે રાષ્ટ્રવ્યાપી સ્થિરતા બનાવવા અને સરકારને નમવા માટે મજબૂર કરવા માટે એક આંદોલન શરૂ કર્યુ છે.
આ વિરોધ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. ગઈકાલે ફ્રાન્વાસ બાયરોએ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *