છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, ૧૦ નક્સલી ઠાર નારાયણપુર જિલ્લામાં ૧૬ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

Spread the love

 

 

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ૧૦ માઓવાદીઓ માર્યા ગયા હતા. વહેલી સવારે નારાયણપુર જિલ્લામાં ૧૬ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બુધવારે સાંજે આ માઓવાદીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બધા ૧૬ માઓવાદીઓ નીચલા સ્તરના કાર્યકરો હતા. સવારથી ગારિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સુરક્ષા દળો નક્સલ નિવારણ અભિયાન ચલાવી રહ્યા છે.
થાણા મૈનપુરના જંગલોમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. જેમાં E30. STF અને COBRA ની ટીમો શામેલ છે. ત્યાર સુધીમાં ૧૦ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે, મોટી માત્રામાં શષો મળી આવ્યા છે. જેમાં ઓટોમેટિક હથિયારો, દારૂગોળો, AK-47, INSAS, SLR અને મોટી માત્રામાં વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. સવારે નારાયણપુર જિલ્લામાં ૧૬ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓએ બુધવારે સાંજે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *