
૨૦૨૨ માં ચૂંટણી હાર્યા બાદ બ્રિઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ સત્તામાં રહેવા માટે બળવાનો પ્રયાસ કર્યો હતો. જે કેસમાં ગુરૂવારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે તેઓને દોષિત ઠેરવ્યા છે. સુપ્રિમ કોર્ટના પાંચ ન્યાયાધીશોમાંથી ચારએ તેમને દોષિત ઠેરવ્યા હતા. તેમજ તેઓને ૨૭ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. બ્રાઝિલના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને બળવો કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ત્યારે હાલમાં તેઓ બ્રાઝિલીયામાં નજરકેદ છે બોલ્સોનારીએ તમામ આરોપોને નકાર્યા છે. તેમજ સુપ્રિમ કોર્ટના આ નિર્ણય સામે તેઓને અપીલ કરવાનો અધિકાર છે. બોલ્સોનારોના વકીલોએ ૫ દિવસમાં સ્પષ્ટા માટે અરજી દાખલ કરી શકે છે.
બોલ્સોનારોને સજા સંભળાવતી વખતે જાસ્ટિસ કાર્મેન લુસિયાએ કહ્યું કે, પુરાવાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે બોલ્સોનારોએ સત્તા કબ્જે કરવા માટે બળવો કર્યો હોવાનું પુરાવામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કેસની તપાસ કરી રહેલા જાસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરેસે કહ્યું હતું કે, બોલ્સોનારો એક બળવાના કાવતરા તેમજ ગુનાહિત સંગઠનનો નેતા હતા. સુનાવણી દરમ્યાન મોસેરે ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીનાં ઘણા વીડિયો બતાવ્યા હતા. જેમાં બોલ્સોનારો તેમના હજારો સમર્થકોની સામે સુપ્રીમ કોર્ટો છોડવાની વાત કરી રહ્યા હતા. તેમજ ૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલ તોડફોડના ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા.
બોલ્સોનારો સામે ફરિયાદીએ ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં બળવાનો પ્રયાસ, સશષ ગુનાહિત સંગટનનો ભાગ બનવું, હિંસા દ્વારા લોકશાહી વ્યવસ્થાનો ભાગ બનવું. હિંસા દ્વારા લોકશાહીનો અંત લાવવાનો પ્રયાસ કરવો તેમજ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું સહિતની બાબતોનો સમાવેશ થાય છે. વર્તમાન રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ ચુકાદા પહેલા કહ્યું હતું કે, બોલ્સોનારોએ આ દેશમાં બળવાનો પ્રયાસ કર્યો હતો. જેના અસંખ્ય પુરાવા છે જો કે ન્યાયાધીશ હુક્સ આ નિર્ણય સાથે સહમત ન હતા. તેમણે કહ્યું કે, કોઈને પણ ફક્ત વિચાર કરવા બદલ સજા આપી શકાતી નથી. બળવા માટે એક સંગઠિત જૂથ, વ્યૂહરચનાની જરૂર પડે છે. જે આ કેસમાં સાબિત થયું નથી. બોલ્સોનારોના મોટા પુત્ર, સેનેટર ફલેવિયો બોલ્સોનારોએ આ ચુકાદાને સર્વોચ્ચ જુલમ ગણાવ્યો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. ઇતિહાસ બતાવશે કે આપણે સાચા હતા.