વકફ સુધારા ખરડામાં આજે સુપ્રીમકોર્ટે એક તરફ સમગ્ર સુધારા ખરડા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો

Spread the love

 

◙ સંસદ દ્વારા મંજુર થયેલ નવા સંશોધીત કાનૂનમાં ત્રણથી વધુ ગેરમુસ્લીમ સભ્ય નહી હોય તે નિશ્ચિત કરતી સુપ્રિમ
◙ વકફ બનાવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ ઈસ્લામ ધર્મને અનુસરતા હોય તે જરૂરી નહી
◙ ત્રીજા મહત્વના સ્ટેમાં કલેકટરને સંપતિનો સર્વે કરવાની કે સરકારી મિલ્કત પર દબાણ અંગે નિર્ણય લેવાનો અધિકાર નહી
◙ સર્વોચ્ચ અદાલત દ્વારા વચગાળાના આદેશ બાદ હવે આગામી સમયમાં ફરી એક વખત સુપ્રિમ આખરી આદેશ માટે સુનાવણી કરશે

 

વિવાદાસ્પદ બની ગયેલા વકફ સુધારા ખરડામાં આજે સુપ્રીમકોર્ટે એક તરફ સમગ્ર સુધારા ખરડા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે પોતાના વચગાળાના આદેશમાં જો કે સંશોધીત ખરડાની કેટલીક જોગવાઈઓ સામે સ્ટે આપ્યો છે અને તેમાં હવે આગામી સમયમાં સુનાવણી થશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈએ વકફના ખ્યાલને યોગ્ય ગણાવતા કહ્યું કે ધાર્મિક દાન ફકત ઈસ્લામ પુરતુ સીમીત નથી. હિન્દુ ધર્મમાં પણ મોક્ષનો એક ખ્યાલ છે અને દાન તથા અન્ય ક્રિયા એ ધર્મનો મૂળ સિદ્ધાંત છે. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જયોર્જ મસીહ એ પણ ઈસાઈ ધર્મમાં પણ સ્વર્ગમાં જવાની એક ઈચ્છા ધરાવતા અનુયાયી હોય છે. આમ વકફને જે મિલ્કતો અપાય છે તેને યોગ્ય ગણાવવાની સાથે સર્વોચ્ચ અદાલતે ત્રણ જોગવાઈઓ પર હાલ સ્ટે આપ્યો છે. જેમાં સર્વપ્રથમ વકફ બોર્ડના કુલ 11 સભ્યોમાં ત્રણથી વધુ ગેરમુસ્લીમ સભ્ય નહી હોય તે નિશ્ચિત કર્યુ છે. આ નિયમ રાજયોના વકફ બોર્ડને પણ લાગુ પડશે. આ ઉપરાંત સંશોધીત કાનૂનની એ જોગવાઈને પણ સ્ટે કરી છે કે વકફ બનાવવા માટે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનો અનુયાયી હોવો જરૂરી છે.

સર્વોચ્ચ અદાલત જયાં સુધી રાજય સરકાર આ અંગે નિર્ણય નહી લે ત્યાં સુધી આ જોગવાઈ સ્થગીત રહેશે. સર્વોચ્ચ અદાલતે આ ઉપરાંત ત્રીજી જોગવાઈને પણ હાલ સ્ટે કરી છે જેમાં રાજય સરકાર તરફથી નિર્ધારિત અધિકારીને એ અધિકાર આપવામાં આવ્યો હતો કે કોઈ વકફ સંપતિ એ સરકારી મિલ્કત પર અતિક્રમણ (દબાણ)થી બનાવાઈ છે કે કેમ, જો કે આ અંગે અદાલત જ આખરી નિર્ણય હશે તેવું જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલત આ ઉપરાંત વકફ સંપતિને ડીનોટીફાઈ એટલે કે તે વકફની સંપતિ નથી તે જાહેર કરવાના સરકારના અધિકાર પર ચુકાદો મુલત્વી રાખ્યો છે. સંસદે મંજુર કરેલ ખરડા અને રાષ્ટ્રપતિની મંજુરીથી 5 એપ્રિલથી સંશોધીત ખરડો એ કાનૂન બની ગયો હતો પરંતુ હવે તેમાં સર્વોચ્ચ અદાલતે આપેલ સ્ટેથી જે તે જોગવાઈ અમલી રહેશે નહી અને સુપ્રીમકોર્ટ પોતાના અંતિમ ચુકાદામાં આખરી ચિત્ર સ્પષ્ટ કરશે.  સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ના કેટલાક મહત્વના પ્રાવધાનો પર વચગાળાનો સ્ટે મૂક્યો છે, જોકે સમગ્ર કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇ અને ન્યાયમૂર્તિ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેંચે આ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર સુધારાને રોકવાનું કોઈ કારણ નથી, કારણ કે અધિનિયમની બંધારણીયતાનો પ્રશ્ન હાલ વિચારણા હેઠળ છે, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ પ્રાવધાનોને રોકવા જરૂરી છે.

કોર્ટે સ્ટે આપેલા મુખ્ય પ્રાવધાનો:
* મુસ્લિમ હોવાની ફરજિયાત શરત: કોઈપણ વ્યક્તિને વકફ સંપત્તિ સમર્પિત કરતા પહેલા પાંચ વર્ષ સુધી મુસ્લિમ
હોવાનો અભ્યાસ ફરજિયાત છે (કલમ ૩(r)). કોર્ટે આ પ્રાવધાન પર ત્યાં સુધી રોક લગાવી દીધી છે જ્યાં સુધી રાજ્ય સરકારો એવો નિયમ ન બનાવે કે કઈ વ્યક્તિ ખરેખર મુસ્લિમ છે. કોર્ટે જણાવ્યું કે આ નિયમ વિના આ પ્રાવધાન મનસ્વી નિયંત્રણો ઊભા કરશે.
* ક્લેક્ટરને અધિકાર નહીં: કલેકટરને વ્યક્તિગત નાગરિકોના અધિકારોનો નિર્ણય લેવાની મંજૂરી નહીં હોય, કારણ કે આ સત્તાના વિભાજન (separation of powers)ની વિરુદ્ધ છે. ટ્રિબ્યુનલ દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ ત્રીજા પક્ષના અધિકારો સ્થાપિત કરી શકાતા નથી.
* બિન-મુસ્લિમ સભ્યોની મર્યાદા: વકફ સંસ્થાઓમાં બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાનો પ્રાવધાન મર્યાદિત કરવામાં આવ્યો છે. હવે એક વકફ બોર્ડમાં ૩થી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં હોય અને કુલ વકફ પરિષદમાં ૪થી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં હોય.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ આદેશો માત્ર પ્રાથમિક (પ્રાઈમા ફેસ) છે અને પક્ષકારોને અધિનિયમની કાયદેસરતાને પડકારવા માટે આગળ અરજી કરવાની મંજૂરી છે.

વકફ સુધારા અધિનિયમ શું છે?
વકફ સુધારા અધિનિયમ ૩ એપ્રિલે લોકસભા, ૪ એપ્રિલે રાજ્યસભા દ્વારા પસાર થયો હતો અને ૫ એપ્રિલે તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી. આ કાયદો ૧૯૯૫ના વકફ કાયદામાં સુધારો કરે છે, જેનો ઉદ્દેશ્ય વકફ સંપત્તિના નિયમનને વધુ સારું બનાવવાનો છે.
આ અધિનિયમની બંધારણીયતાને લઈને ભારતના ઘણા સાંસદો અને સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જ્યારે ૬ ભાજપ શાસિત રાજ્યોએ આ અધિનિયમના પક્ષમાં અરજી દાખલ કરી છે. સરકારે દાવો કર્યો છે કે આ સુધારો વકફનો દુરુપયોગ રોકવા અને ગેરકાયદેસર દાવાઓ સમાપ્ત કરવા માટે છે. સરકારે એ પણ જણાવ્યું કે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાનો ઉદ્દેશ્ય આ સંસ્થાઓમાં સમાવેશીકરણ અને વિવિધતા લાવવાનો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *