ઘરે બાળકો ભુખ્યા છે: કાગડાઓ વીણી-વીણીને ખાજો પણ થોડું અમારા માટે રાખજો

ભુખ અને મજબૂરીની દાસ્તાન વર્ણવે છે આ તસ્વીર. આ તસ્વીર કોઈપણ સંવેદનશીલ માણસનું કાળજુ ચીરવા માટે કાફી છે. તસ્વીર જયપુરના રામનિવાસ બાગની છે. જ્યાં શ્રાધ્ધપક્ષને કારણે કાગડાઓ ખીરખાઈ રહયા છે. તસ્વીરમાં એક વૃધ્ધા પણ કાગવાસમાં મળેલું ભોજન એકઠુ કરી રહી છે. કદાચ દરેક કોળિયું તેનું પેટ ભરવાનું સાધન નહી પણ જીવનનો સંઘર્ષ છે. ફોટો ગ્રાફરે આ પીડા અનુભવી અને દ્રશ્ય કચકડામાં કેદ કર્યુ.