
ભારતીય ટીમના ખેલાડીઓ દ્વારા હાથ ન મિલાવવાના વિવાદ પર પાકિસ્તાન ક્રિકેટ ટીમ તરફથી એક નિવેદન આવ્યું છે. પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ માઈક ડ્રેસને કહ્યું છે કે અમે હાથ મિલાવવા માટે તૈયાર હતા, પરંતુ તેમણે ડ્રેસિંગ રૂમના દરવાજા બંધ કરી દીધા. અમે પહેલાથી જ નિરાશ હતા અને આ પ્રકારનું વર્તન જોઈને વધુ નિરાશ થયા છીએ. ભારતીય ટીમે આ મેચમાં પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવ્યું છે.
પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ માઈક હેસને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “દેખીતી રીતે, અમે રમતના અંતે હાથ મિલાવવા માટે તૈયાર હતા. અમને નિરાશા થઈ કે અમારી વિરોધી ટીમે આવું ન કર્યું. અમે ત્યાં હાથ મિલાવવા ગયા હતા અને તેઓ પહેલાથી જ ચેન્જિગ રૂમમાં ગયા હતા. મેચનો અંત લાવવાનો આ નિરાશાજનક રસ્તો હતો. એક એવી મેચમાં જયાં અમે જે રીતે રમ્યા તેનાથી અમે નિરાશ થયા હતા, પરંતુ અલબત્ત અમે હાથ મિલાવવા માટે તૈયાર હતા.” ભારત વિરુદ્ધ પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫ મેચના ટોસ દરમિયાન પણ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો, જયારે મેચ જીત્યા પછી, કેપ્ટન સૂર્યા તેના સાથી બેટ્સમેન શિવમ દુબે સાથે પાકિસ્તાન ટીમ સાથે હાથ મિલાવ્યા વિના મેદાન છોડીને ચાલ્યા ગયા હતા. બાદમાં ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફે ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.
પાકિસ્તાન ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે આવવાની રાહ જોતા રહ્યા, પરંતુ આવું થયું નહીં. બાદમાં, પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ પણ મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં આવવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર નાટક અંગે, માઈક ફેસને કહ્યું છે કે તેમની ટીમ નિરાશ છે કે તેઓ સારું રમી શક્યા નહીં, જયારે ભારતીય ટીમે જે કર્યું તેનાથી તેઓ વધુ નિરાશ થયા.