
ટીમ ઈન્ડિયાએ એશિયા કપની મેગા મેચ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ૭ વિકેટથી જીતી લીધી. શરૂઆતમાં આ મેચ રમવા અંગે વિવાદ થયો હતો; પહેલગામ આતંકવાદી હુમલાને કારણે તેનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભારતે આ ભાવનાને અવગણીને રમ્યું અને જીતીને ‘બદલો લીધો. પરંતુ હાથ ન મિલાવવાના મુદ્દાએ સૌથી વધુ હેડલાઇન્સ બનાવી ટીમ ઈન્ડિયાએ મેચ પછી હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. એટલું જ નહીં પાકિસ્તાની ટીમ મેદાન પર રાહ જોઈ રહી હતી અને ટીમ ઈન્ડિયાએ ડ્રેસિંગ રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો. પાકિસ્તાનને આનાથી “મરચા” લાગ્યા છે અને તેણે દુબઇમાં ભારત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. અધુરામાં પૂરૂ કેપ્ટન સૂર્યાએ વિજયને પહેલગામ પીડિતો અને સેનાને અર્પણ કરતાં સોશ્યલ મીડિયા પર ટીમ ઇન્ડીયાનો જય જયકાર થઇ રહ્યો છે.
રવિવારે (૧૪ સપ્ટેમ્બર) દુબઈમાં એશિયા કપ ૨૦૨૫ મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ભારતે શાનદાર જીત નોંધાવી. આ મેચ અંગે ભારતમાં બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. ટોસ દરમિયાન અને મેચ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને અવગણ્યા. અને રમત પરંપરા મુજબ એકબીજા સાથે હાથ મિલાવ્યો નહીં. એકંદરે, મેચમાં નો હેન્ડશેક ક્ષણે સૌથી વધુ ચર્ચા મેળવી
મેચ પછી આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા સૂર્યાએ કહ્યું કે આ જીત દેશ માટે એક મહાન ભેટ છે. કેપ્ટન સૂર્યાએ કહ્યું-અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. અને આજની જીત સશષ દળોને સમર્પિત કરવા માંગીએ છીએ
તે જ સમયે, મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, સૂર્યાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું. સૂર્યાએ કહ્યું- અમારી સરકાર અને બીસીસીઆઈ સંપૂર્ણપણે એકમત હતા. અમે નક્કી કર્યું કે અમે ફક્ત રમત રમવા માટે આવ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. બીજી તરફ. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના સમારોહમાં હાજર નહોતા.
પાકિસ્તાનના વ્હાઇટ-બોલ હેડ કોચ માઇક હેસને કહ્યું કે પાકિસ્તાનના કેપ્ટન સમારોહમાં નહોતા ગયા કારણ કે મેચના અંતે ભારતીય ટીમનું વર્તન નિરાશાજનક હતું. હૈસને કહ્યું- અમે મેચના અંતે હાથ મિલાવવા અને મૈત્રીપૂર્ણ વાતચીત કરવા માટે સ્પષ્ટપણે ઉત્સાહિત હતા, પરંતુ તે થયું નહીં.
તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ડોન ડોટ કોમને પુષ્ટિ આપી કે પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમના અયોગ્ય વર્તન સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. પીસીબીએ કહ્યું – મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે પણ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમણે ટોસ દરમિયાન બંને કેપ્ટનોને હાથ ન મિલાવવા વિનંતી કરી હતી.
એશિયા કપ ૨૦૨૫ ના છઠ્ઠા મેચમાં ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જબરદસ્ત પ્રભુત્વ દર્શાવ્યું. ભારતીય ટીમે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મહાન મેચ સાત વિકેટથી જીતી લીધી. કેપ્ટન સૂર્યકુમારે પોતાના નિર્ણય અને શાનદાર ઇનિંગ્સના કારણે ભારતની આ અલ્ટ્રા બહિષ્કાર મેચ જીતીને ભારતને ખુશ કરી દીધું. આ મેચમાં પડોશી ટીમ ખૂબ જ નબળી દેખાતી હતી ભારતે આ મેચ રમી અને તેનો બહિષ્કાર પણ કર્યો. મેચ શરૂ થાય તે પહેલાં અને પછી. ભારતીય ખેલાડીઓ વિરોધી ખેલાડીઓ અને મેચ અધિકારીઓ સાથે હાથ મિલાવવાની પરંપરાને અનુસરવાને બદલે સીધા મેદાન છોડી ગયા. એટલે કે, ભારતે પોતાનું કામ કર્યું અને વિરોધ પણ દર્શાવ્યો.
મેચ જીત્યા પછી. ભારતીય ટીમ સીધી તેમના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. આ પગલું જાણી જોઈને લેવામાં આવ્યું હતું. ભારતીય ડ્રેસિંગ રૂમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર મૂંઝવણમાં ઉભા રહી ગયા હતા કારણ કે તેમને વિરોધી ટીમ પાસેથી આની અપેક્ષા નહોતી. કોઈપણ પાકિસ્તાની ખેલાડી સાથે હાથ ન મિલાવવાનો ભારતનો નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલા પછી દેશમાં ફેલાયેલા દુ:ખ અને લાગણીઓ પ્રત્યે એકતા વ્યક્ત કરવાના માર્ગ તરીકે લેવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલો પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત હોવાનું માનવામાં આવે છે. જેણે સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. આ જઘન્ય કૃત્યમાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે દેશવાસીઓનો પાડોશી દેશ અને તેની સરકાર પ્રત્યે દુ:ખ અને ગુસ્સો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.