
રાજકોટમાં મુખ્ય મથક ધરાવતી કંપની બાલાજી વેફર્સ, જે ચિપ્સ અને નમકીન બનાવે છે. તેનો ૧૦% હિસ્સો વેચવા માટે ઓછામાં ઓછી ૧૦ ખાનગી ઇક્વિટી (PE) કંપનીઓ સાથે વાત કરી રહી છે. હાલમાં. તે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, KKR, કેદાર કેપિટલ બેઇન એન્ડ કંપની, કાર્લાઇલ અને TPG જેવી મોટી PE કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. આ માહિતી આપતાં, ઘટનાક્રમથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે કંપની ઇચ્છે છે કે તેનું મૂલ્ય આશરે રૂ. ૪૦,૦૦૦ કરોડ (૪.૫૩ અબજ ડોલર) આંકવામાં આવે.
જાણકાર સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રિસ કેપિટલ, મલ્ટિપલ્સ, TA એસોસિએટ્સ. L Catterton, Goldman Sachs અને Morgan Stanley એ પણ કંપનીમાં રસ દાખવ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે FMCG કંપનીઓમાં. ફક્ત ITC એ બાલાજીમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. કેનેડિયન પેન્શન ફંડે પણ બાલાજીમાં રસ દાખવ્યો છે.
ગોલ્ડમેન સાસ, કેદાર, ટીપીજી અને કાર્લાઇલે પૂછવામાં આવ્યું ત્યારે હિસ્સો ખરીદવાની સ્પર્ધા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આઇટીસીના પ્રવક્તાએ બજારની ચાલી રહેલી અટકળો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ADIA, KKR, બેઇન એન્ડ કંપની, કિસ કેપિટલ, મલ્ટિપલ્સ. TA એસોસિએટ્સ, એલ કેટરટન અને મોર્ગન સ્ટેનલીને મોકલવામાં આવેલા ઇમેઇલ્સનો લખાય ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નથી.
બાલાજી વેફર્સના સ્થાપક વિરાણી ભાઈઓ (ચંદુભાઈ. ભીખુભાઈ અને કનુભાઈ) દેશભરમાં કંપનીનો વિસ્તાર કરવા માટે થોડો હિસ્સો વેચવા માંગે છે. એક વ્યક્તિએ કહ્યું કે હલ્દીરામના તાજેતરના સોદામાં કંપનીનું મૂલ્ય $૧૦ બિલિયન હતું, જે નાસ્તાની શ્રેણીમાં એક મિસાલ સ્થાપિત કરે છે.
ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીઓ ૨૨ સપ્ટેમ્બરથી માલ અને સેવા કરમાં કાપ અમલમાં આવ્યા પછી વેચાણ આવકમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. નાસ્તા બનાવતી કંપની હલ્દીરાએ આ વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની આલ્ફા વેવ ગ્લોબલ અને સિંગાપોરની રાજ્ય માલિકીની રોકાણ કંપની ટેમાસેકને ૧૦ ટકા હિસ્સો વેચીને $1 બિલિયન એકત્ર કર્યા હતા.
બાલાજીની યોજનાઓથી પરિચિત એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કંપની આગામી તબક્કાના વિકાસને વેગ આપવા માટે વ્યાવસાયિકોને પણ લાવવાનું વિચારી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપનીને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની યોજના છે પરંતુ તેમાં ૫ થી ૬ વર્ષનો સમય લાગી શકે છે.
રોકડથી સમળદ્ધ PE કંપનીઓ ભારતના બ્રાન્ડેડ ગ્રાહક, ટેકનોલોજી અને આરોગ્યસંભાળ ક્ષેત્રોમાં તકો શોધી રહી છે. એક યુએસ રોકાણકારે જણાવ્યું હતું કે તેઓ ગ્રાહક ક્ષેત્રમાં સારા સોદા શોધી રહ્યા છે અને ઘણી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. રાજકોટમાં મુખ્ય મથક ધરાવતી બાલાજી વેફર્સ બાલાજી બ્રાન્ડ હેઠળ ચિપ્સ, નમદીન અને કન્ફેક્શનરી વેચે છે. પશ્ચિમ અને મધ્ય ભારતમાં તેની મજબૂત હાજરી છે. તેના ઉત્પાદનો યુકે, યુએસ અને પશ્ચિમ એશિયાઈ બજારોમાં પણ નિકાસ કરવામાં આવે છે. કેપિટાલાઇનના જણાવ્યા અનુસાર, કંપનીએ નાણાકીય વર્ષ ૨૪ માં રૂ. ૫.૪૫૩.૭ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. જે પાછલા નાણાકીય વર્ષ કરતા ૧૦.૭ ટકા વધારે છે. નાણાકીય વર્ષ ૨૪ માં કંપનીનો કર પછીનો નફો ૪૧.૪ ટકા વધીને રૂ. ૫૭૮.૮ કરોડ થયો. માર્કેટ રિસર્ચ ફર્મ Mark અનુસાર, ભારતનું પેકેજ્ડ ફૂડ માર્કેટ ૨૦૨૪ માં $૧૨૧.૩ બિલિયનનું મૂલ્ય ધરાવે છે. જે ૨૦33 સુધીમાં ૬.૫ ટકાના ચક્રવળદ્ધિ વાર્ષિક વળદ્ધિ દર સાથે $રર૪.૮ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.