
નવી દિલ્હી
સુપ્રીમકોર્ટે તેના હાલના ફેસલામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી ગરબડો અને નફાખોર રોકાણકારોની ગતિવિધિ પર સખ્તાઈ દાખવી છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે બિલ્ડરો એવા કરાર ન કરે, જેમાં અસલી ફલેટ ખરીદનારાના બદલે નફાખોર રોકાણકારોને ફાયદા પહોંચે. તેના માટે અસલ ખરીદનારાઓની ઓળખ કરવી પડશે.
માનવામાં આવે છે કે અદાલતના આ નિર્ણયથી માત્ર રોકાણ માટે ફ્લેટ ખરીદનારા અને બિલ્ડરોની સાંઠગાંઠ પર રોક લાગશે.
કોર્ટે કહ્યું હતું કે દરેક નાગરિકને ઘરનો અધિકાર છે અને સરકારની જવાબદારી છે કે ઘર ખરીદનારાઓ સાથે કોઈ છેતરપીડી કે શોષણ ન થાય.
સુપ્રીમકોર્ટનો આ નિર્ણય શા માટે આવ્યો છે? : અસલી ખરીદનારા અને એ લોકો માટે, જે અધુરા પ્રોજેકટમાં ફસાયેલા છે. કોર્ટે માન્યું છે કે ઘર ખરીદવું નાગરિકનો મૌલિક અધિકાર છે.
નફો કમાનારા ફ્લેટ રોકાણકાર કોણ હોય છેઃ જે ઘર રહેવા માટે નહીં, બલકે માત્ર નફો કમાવવા માટે ખરીદે છે અને જલદી વેચીને નીકળી જાય છે. આથી સામાન્ય ખરીદનારને શું નુકસાન થાય છેઃ આવા રોકાણકાર નક્કી માંગ અને ઉંચી કિંમત પેદા કરે છે, પ્રોજેકટ અધુરા રહી જાય છે અને અસલી ખરીદનાર ફસાય જાય છે.
સમસ્યા કયાંથી પેદા થઈ?: દિલ્હી-એનસીઆરમાં, જયાં હજારો ખરીદનાર અધુરી આવાસીય યોજનામાં ફસાઈ ગયા છે.
ફેસલાથી અસલ ખરીદનારને શું ફાયદો થશે?: અસલી ખરીદનારના પૈસા અને તેનું ઘર કાયદેસર રીતે સુરક્ષિત રહેશે, સમય પર કબજો મળશે અને વિવાદ થવા પર પ્રાથમીકતા.
રેરાની શું ભૂમિકા છે?: રેરા હવે સશક્ત થશે. દરેક પ્રોજેકટની ઉંડી તપાસ થશે. ટ્રિબ્યુનલ જલદી સુનાવણી કરશે અને નિર્ણયનું પાલન કરાવશે.
જો પ્રોજેકટ દેવાળીયો કે અધુરો રહી જાય તો શું થશે? :આવા પ્રોજેકટ માટે સરકાર ફંડ બનાવશે, જેથી કામ રોકાવાના બદલે સમયસર ખરી રીતે પુરો કરાવી શકાય અને ખરીદનારને કોઈ નુકસાન ન થાય.
સામાન્ય ખરીદનારે આગળ શું કરે? : સામાન્ય જન ઘર ખરીદી રહ્યા છે તો રેરા-રજિસ્ટર્ડ પ્રોજેક્ટ જ પસંદ કરે. કરારની બધી શરતો ધ્યાનથી વાંચો. વિવાદ થવા પર રેરા કે કોર્ટની મદદ લો.