ટ્રમ્પ ટેરિફથી ઝિંગા નિકાસના 50 ટકા ઓર્ડર રદઃ કરોડોનું નુકસાન

Spread the love

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો સીધી અસર હવે દેખાઈ રહી છે. ટેરિફને કારણે આંધ્ર પ્રદેશની ઝિંગા નિકાસને લગભગ 25,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને અંદાજે 50 ટકા નિકાસ ઓર્ડર રદ થયા છે. સરકારી અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે નિકાસ થતાં લગભગ 2000 કન્ટેનરો પર આશરે 600 કરોડ રૂપિયાનો ટેરિફ બોજ પડ્યો છે.

ચંદ્રબાબુ નાયડુએ ફરી એક વાર કેન્દ્રને આંધ્ર પ્રદેશના એક્વા ફાર્મર્સને મદદ કરવા અપીલ કરી છે. તેઓ અમેરિકા તરફથી લગાવવામાં આવેલા ટેરિફને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પના અગાઉથી જાહેર કરાયેલા 25 ટકા ટેક્સ ઉપરાંત 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે. તેની સાથે જ અમેરિકા દ્વારા 5.76 ટકા કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને 3.96 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી પણ લગાવવામાં આવી છે. આ બધું મળીને કુલ અમેરિકી ટેક્સ હવે 59.72 ટકા સુધી પહોંચી ગયો છે.

CM નાયડુનાં સૂચનો

CM નાયડુએ GSTમાં રાહત અને રાજ્યના એક્વા ફાર્મર્સને આર્થિક પેકેજ આપવાનો સૂચન કર્યું છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે એક્વા ફાર્મર્સને નુકસાનથી બચાવવા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ણય લેવામાં આવે. CMએ એક્વા પ્રોડક્ટ્સની સ્થાનિક ખપત વધારવાના ઉપાયો કરવા પણ વિનંતી કરી હતી. નાયડુએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન, પીયૂષ ગોયલ અને રાજીવ રંજન સિંહને અલગ-અલગ પત્ર લખ્યા છે.

 

રાજ્યની તરફથી લેવાયેલાં પગલાં

. દેશનાં ઝિંગા એક્સપોર્ટમાં આંધ્ર પ્રદેશનો 80 ટકા હિસ્સો છે અને મરિન એક્સપોર્ટમાં આશરે 34 ટકા છે. તેની વાર્ષિક નિકાસલગભગ 21,246 કરોડ રૂપિયાની છે. આશરે 2.5 લાખ એક્વા ફાર્મર્સના પરિવારો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા 30 લાખ લોકો મુશ્કેલીમાં છે. નાયડુએ રાજ્ય તરફથી લેવાયેલાં પગલાં વિશે પણ જણાવ્યું. છે. રાજ્ય સરકાર પહેલેથી જ કેટલીક રાહતની યોજનાઓ શરૂ કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *