કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૨૨ સપ્ટેમ્બરે રાજકોટની મુલાકાત લેશે. તેઓ દિવંગત નેતા વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે અને સહકારી બેંકના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે
આ મુલાકાતથી રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વધુ તેજ બની હતી. અમિત શાહના આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.
જણાવી દઈએ કે, હાલ ગુજરાતની રાજનીતિમાં માહોલ ગરમ છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે તો બીજી તરફ સરકારના વિસ્તરણને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે. આ ચર્ચા વચ્ચે અમિત શાહની રાજકોટ મુલાકાત ઘણુ સુચવી રહી છે.