૫૦૦ કરોડનું કૌભાંડનો ખુલાસો : EDએ પૂર્વ સાંસદ અને બેંકના ચેરમેનની ધરપકડ

Spread the love

 

આંદામાન-નિકોબાર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડમાં એક મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂતપૂર્વ સાંસદ અને બેંકના ભૂતપૂર્વ ચેરમેન કુલદીપ રાય શર્મા, બેંકના મેનેજિંગ ડિરેક્ટર કે. મુરુગન અને લોન અધિકારી કે. કલાઈવાનનની ધરપકડ કરી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં EDની આ પહેલી ઘરપકડ છે. તપાસમાં બહાર આવ્યું છે કે બેંક અધિકારીઓએ નિયમોને અવગણીને સેંકડો નકલી કંપનીઓના નામે લોન મંજૂર કરી અને આશરે ૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. આમાંથી આશરે ૨૩૦ કરોડ રૂપિયાનો સીધો ફાયદો કુલદીપ રાય શર્મા અને તેમના નજીકના સહયોગીઓને થયો. EDનું કહેવું છે કે મુરુગન અને કલાઈવનને તેમના સંબંધીઓના નામે કંપનીઓ બનાવીને લોન પણ મેળવી હતી અને પ% કમિશન માટે અન્ય લોકોને છેતરપિંડીથી લોન પણ આપી હતી. આ પૈસા પાછળથી રોકડમાં ઉપાડી લેવામાં આવ્યા હતા અને બેંક અધિકારીઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા. હાલમાં, કોર્ટે કુલદીપ રાય શર્મા અને કે. કલાઈવનનને આઠ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અનેક સ્થળોએ દરોડા પણ પાડયા છે. તપાસ ચાલુ છે.
ED એ દાવો કર્યો હતો કે સહકારી બેંકની કથિત શોધ દરમિયાન, તેને ઘણા ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે જે લોન અને ઓવરડ્રાકટ સુવિધાઓની મંજૂરીમાં વ્યાપક ગેરરીતિઓ તરફ નિર્દેશ કરે છે. અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે બેંકની માનક પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને. વિવિધ કંપનીઓ અને શેલ કંપનીઓના નામે ૧૦૦ થી વધુ ખાતાઓ દ્વારા લોન સુવિધાઓ આપવામાં આવી હતી. કામગીરી દરમિયાન આશરે રૂ.૧૦૦ કરોડની સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલદીપ રાય અને તેના સહયોગીઓએ શેલ કંપનીઓ બનાવી હતી, જેનો ઉપયોગ ANSCB પાસેથી રૂ.૫૦૦ કરોડની લોન મેળવવા માટે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *