gj 18 ખાતે “નમોત્સવ” કાર્યક્રમમાં ભારેખમ ભીડ, v.vip,vip શેનું? પડદા,ગેટ ખોલી દો, જાહેર પબ્લિક નિમંત્રણ છે, સર્વને આવવા દો: હર્ષ સંઘવી

Spread the love

ભાજપ શહેર જિલ્લા પ્રમુખ આશિષ દવે અનિલ પટેલ તેમની ટીમની બલ્લે બલ્લે થઈ ગઈ, ધારણા કરતા ત્રણ ગણી પબ્લિક

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હોય જેથી સાત દિવસ રાજ્યમાં ખુશીની લહેર અને ઉત્સાહ ખાતે અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે જીજે 18 ખાતે પીએમ મોદીની જીવનયાત્રા પર આધારિત ભવ્યતાતીભવ્ય મલ્ટી મીડિયા શો “નમોત્સવ”કાર્યક્રમ સેક્ટર 11 ના lic સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા ઘરે-ઘરે લોકોને પાસ પહોંચાડ્યા હતા. ત્યારે જે ધારણા હતી તેના કરતાં ત્રણ ગણી પબ્લિક વધી જતા શહેર પ્રમુખ આશિષ દવે પણ ટેન્શનમાં આવી ગયા હતા, ત્યારે રાજ્યના ગૃહ મંત્રીની એન્ટ્રી બાદ ગૃહ મંત્રીએ બહાર ભારે ભીડ જોતા તેમણે તુરંત જ પોલીસને જણાવ્યું કે, આ જાહેર પબ્લિક નિમંત્રણ હોય જેથી પડદા, ગેટ ખોલી દો, તમામને આવવા દો, બેસવાની વ્યવસ્થા કરાવો, gj 18 જિલ્લા તથા શહેરમાંથી પબ્લિક તૂટી પડી હતી

ગાંધીનગર નાગરિક સમિતિ દ્વારા દેશના સર્વાધિક લોકપ્રિય નેતા, પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદીની જીવનયાત્રા પર આધારિત ૧૫૦ થી વધુ કલાકારોની અદભૂત પ્રસ્તુતિ અને આતશબાજી અને આધુનિક ડ્રોન શો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટિમિડીયા શો “નમોત્સવ” ગાંધીનગરમાં એલ.આઈ.સી ગ્રાઉન્ડ, સેકટર ૧૧ ખાતે યોજાઈ ગયો હતો. ગૃહરાજ્ય તેમજ યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નો પ્રારંભ કરાવ્યો હતો.

સુપ્રસિદ્ધ કલાકાર શ્રી સાંઈરામ દવેના પથદર્શન હેઠળ તૈયાર કરાયેલ “નમોત્સવ”ની કલાકારોએ અદભૂત લાઈટ, સાઉન્ડ અને મલ્ટીમીડિયા ઇફેક્ટસ સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીની વડનગર થી દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની સફર અને પ્રેરક પ્રસંગોની મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરી હતી જેને ઉપસ્થિત દર્શકોએ લીન થઈને માણી હતી. “નમોત્સવ”ના માધ્યમથી આધુનિક ટેકનોલોજી અને કલાકારોની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિના સમન્વય સાથે દર્શકોએ શ્રી નરેન્દ્રભાઇ મોદીની જીવનયાત્રા અને દેશ માટે આપેલું અમૂલ્ય યોગદાન એક સહયાત્રીની જેમ અનુભવ્યું હતું. આધુનિક ડ્રોન શો અને ભવ્ય આતશબાજીએ કાર્યક્રમના રોમાંચમાં વધારો કર્યો હતો.

કાર્યક્રમની ભવ્યતા અને અબાલ, વૃદ્ધ સર્વે સાથે કનેક્ટ કરવાની દ્રષ્ટીએ “નમોત્સવ” ગાંધીનગરના ઇતિહાસમાં એક વિશિષ્ટ કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યો છે.

આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, ધારાસભ્યો રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર, જે. એસ. પટેલ, મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે તેમજ વિવિધ ધાર્મિક અગ્રણીશ્રીઓ પૂજ્ય ગુરુમાં, પૂજ્ય પી.પી. સ્વામીજી, બ્રહ્માકુમારીઝ સંસ્થાના શ્રી કૈલાશદીદી, કૃપલદીદી, શ્રી મધુસુદન દાસજી, શ્રી સેવાદાસ બાપુ, શ્રી ભક્તિ સ્વામી, શ્રી ફૂલશંકર શાસ્ત્રી, ર્ડો સુરેશચંદ્ર શાસ્ત્રી, શ્રી ભક્તવત્સલ સ્વામી, શહેરની વિવિધ સામજિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો તેમજ વિવિધ કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *