કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે સુરતના મહેમાન બનશે. તેઓ દિલ્હીથી સુરત એરપોર્ટ પહોંચશે, જ્યાંથી સીધા સર્કિટ હાઉસ જવા રવાના થશે. શાહ રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કરશે. આ દરમિયાન, તેઓ ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ સાથે બેઠક કરી શકે છે.
ઇસ્કોન ટેમ્પલનું ભૂમિપૂજન:
બીજા દિવસે એટલે કે પહેલા નોરતે, અમિત શાહ સવારે 11 વાગ્યે કોસમાડા ગામની મુલાકાત લેશે. ત્યાં તેઓ ઇસ્કોન ટેમ્પલનું ભૂમિપૂજન કરશે. આ મંદિરનો અંદાજિત ખર્ચ 101 કરોડ રૂપિયા છે અને તે 2.1 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હશે.
સોનાના ભાવમાં દરરોજ વધઘટ કેમ થાય છે… આખરે આ કિંમત કોણ નક્કી કરે છે? જાણો જવાબ
મહિલા રોજગાર અને સમાજ કલ્યાણના કાર્યો:
આ મંદિર માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર નહીં, પરંતુ સમાજ કલ્યાણનું પણ કેન્દ્ર બનશે. મંદિર પરિસરમાં સ્ત્રી સશક્તિકરણ માટે એક મહિલા રોજગાર કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, આરોગ્ય સંબંધિત જરૂરિયાતો માટે એક ક્લિનિક પણ અહીં બનાવવામાં આવશે. ગરીબોને દૈનિક મફતમાં ભોજન પણ પૂરું પાડવામાં આવશે.
H1-B વિઝા નિયમમાં ધરખમ ફેરફાર બાદ હવે ટેક કંપનીઓમાં હડકંપ, કર્મચારીઓને મોકલ્યો મેસેજ
આમ, અમિત શાહની આ મુલાકાત સુરતમાં એક નવા મંદિરનો શિલાન્યાસ કરવા ઉપરાંત સામાજિક અને સેવાકીય કાર્યોને પણ પ્રોત્સાહન આપશે.