
દેશમાં જમીન-મિલ્કત સંબંધી વિવાદમાં પોલીસની દરમ્યાનગીરી સામે વધુ એક આકરા નિરીક્ષણમાં સર્વોચ્ચ અદાલતે દિવાની-સિવિલ-પ્રકારની તકરારમાં ફોજદારી કેસ નોંધવા અને તે ચલાવવા સામે સુપ્રીમકોર્ટે બહું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોર્ટે કે પોલીસ એ કોઈ માટે રીકવરી એજન્ટની ભૂમિકા ભજવી શકે નહી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે પોલીસ કે અદાલત ધરપકડનો ભય દર્શાવીને આ પ્રકારના દાવાઓની પતાવટ કરવા દબાણ લાવી શકે નહી. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે તેની સમક્ષ આપેલા એક કેસ જે પુરી રીતે સિવિલ પ્રકારનો હતો અને ઉતરપ્રદેશ પોલીસે છેતરપીંડીની ફરિયાદ નોંધીને ફોજદારી કેસમાં પલટાવી દીધો હતો. એડીશનલ સોલીસીટર કે.એમ.નટરાજને પણ કહ્યું કે પોલીસ તો અંતે બંને તરફથી લાભ મેળવે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ ફરિયાદમા આગળ વધતા પુર્વે પોલીસે મગજનો ઉપયોગ કર્યો નથી.
સુપ્રીમકોર્ટના આદેશ છતા સીધી ફોજદારી ફરિયાદની એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી અને કોઈ એફઆઈઆર નોંધાય તો તેનો અર્થ એ પણ નથી કે દરેક કેસમાં જેની સામે એફઆઈઆર નોંધાઈ હોય તેની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તે જરૂરી નથી.
પોલીસે પહેલા એ નિશ્ચિત કરવું જોઈએ કે અપરાધ ફોજદારી પ્રકારનો છે કે પછી દિવાની કેસ બને છે. જસ્ટીસ સુર્યકાંતે જણાવ્યું કે આ પ્રકારે ફોજદારી ધારાનો દુરઉપયોગ કાનૂની સીસ્ટમ અને ન્યાયના સિદ્ધાંત સામે ગંભીર પ્રશ્ન ઉઠાવે છે. લોકો એવું માને છે કે તેઓ પોલીસ અને ન્યાયતંત્રનો ઉપયોગ રીકવરી એજન્ટની જેમ કરી શકશે. સુપ્રીમકોર્ટની ખંડપીઠે સૂચન કર્યુ હતું કે રાજય સરકારે દરેક જીલ્લામાં એક નોડેલ ઓફીસર જે નિવૃત ન્યાયમૂર્તિ પણ હોઈ શકે છે. તેની નિયુક્તિ કરીને પોલીસને જો કોઈ અપરાધ કયા પ્રકારનો છે તેની શંકા હોય તો આ નોડેલ ઓફિસરનું માર્ગદર્શન લઈ શકે છે. સુપ્રીમકોર્ટે પણ દરખાસ્ત એડીશન સોલીસીટર જનરલને આવતા તેમાં સરકારનો જવાબ રજુ કરવા જણાવ્યુ હતું.