
ભારત અને પાકિસ્તાન વચ્ચે પાક કબ્જાના કાશ્મીરનો વિવાદ લાંબા સમયથી છે અને ભારતે તે પ્રદેશ પર પોતાનો દાવો નિશ્ચિત કર્યો છે તે સમયે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે એક મહત્વના વિધાનમાં કહ્યું કે ભારત પાસે કોઈ આક્રમક પગલા વગર જ પાક કબ્જાના કાશ્મીરનું નિયંત્રણ આવી જશે. એક દિવસ આ પ્રદેશના લોકો જ કહેશે કે અમે ભારતનો હિસ્સો છીએ અને ભારત સાથે રહેવા માંગીએ છીએ. આ માટે ભારતે કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર રહેશે નહી. હાલ મોરકકોની મુલાકાતે ગયેલા શ્રી રાજનાથસિંઘે અહી સ્થાનિક સમુદાય સાથેની વાતચીતમાં આ વિધાનો કર્યા હતા.
કહ્યું કે, પાકિસ્તાન કબ્જાનું કાશ્મીર પોતાની મેળે જ ભારતમાં જોડાઈ જશે અને મારા આ વિધાનથી પાકિસ્તાનને ઉંઘ આવશે નહી તે નિશ્ચિત છે. તેમણે ઉમેર્યુ કે પીઓકે અત્યારથી જ આઝાદીની માંગ શરુ થઈ ગઈ છે અને તેઓ ઝડપથી ભારત સાથે જોડાયેલા કાશ્મીરનો વિકાસ જોઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે, પાકિસ્તાન સરકારની જે રીતે હાલત છે તેથી પાક કબ્જાના કાશ્મીરના લોકો આ દેશના શાસનમાંથી છુટકારો મેળવવા માંગે છે. રાજનાથસિંઘની ટિપ્પણી એ સમયે આવી છે કે વિપક્ષો વારંવાર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કે ઓપરેશન સિંદુરમાં ભારતને પાક કબ્જાના કાશ્મીરને પરત લેવાની તક હતી પણ સરકારે તે ઝડપી નહી. શ્રી રાજનાથસિંઘ મોરકકોમાં ટાટા એડવાન્સ સીસ્ટમના વિન્ડ આર્મ્ડ પ્લેટફોર્મના નવી ફેકટરીનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા.