
અમેરિકાએ એચ-વન-બી વિઝા માટેની ફીમાં તોતીંગ વધારો કરતા હવે આ દેશમાં ટેલેન્ટને જોબ માટે આવકારતા પહેલા કંપનીઓને પોતાનું બજેટ ચકાસવું પડશે અને અમેરિકામાંથી હાલના એચ-વન-બી વિઝા ધારકોને પણ રિન્યુ સમયે ઉંચી ફી ચુકવવી પડે તેવા સંકેત છે. તે વચ્ચે બ્રિટને હવે ભારત સહિત દુનિયાની ટેલેન્ટને આવકારવા તૈયારી કરી છે અને વડાપ્રધાન કેર સ્ટાર્મર એ વિઝા ફીમાં ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. વડાપ્રધાનના ગ્લોબલ ટેલેન્ટ ટાસ્ક ફોર્સ બ્રિટનમાં વધુને વધુ કુશળ લોકો આવે અને બ્રિટનના અર્થતંત્ર માટે કામ કરે તે જોવા માંગે છે. તે વચ્ચે બ્રિટન હવે પોતાની યુનિ.થી લઈને કંપનીઓમાં કુશળ લોકોને નોકરી આપવા વિઝા ફી ઘટાડશે તેવા સંકેત છે. જેથી અમેરિકામાંથી જે ટેલેન્ટને પહોંચવામાં મુશ્કેલી પડે તે બ્રિટન બાજુ જશે. હાલ બ્રિટનની વિઝા એપ્લીકેશન ફી 1030 ડોલર એટલે કે 766 પાઉન્ડ છે જેમાં પણ હવે ઘટાડો કરશે.