તેનાથી આર્થિક પ્રવૃતિઓ ઘટતી જાય છે. કેન્દ્ર અને રાજય સરકારો કોવિડ સંક્રમણને ડામવામાં પૂર્વ લોકડાઉન નહીની જીદ પકડીને બેઠા છે અને જો પૂર્ણ દેશવ્યાપી લોકડાઉન કરવાથી રોજગારી અને રોજીરોટીને મોટી અસર થશે તેવો બચાવ કરે છે પણ છેલ્લા 1 વર્ષમાં કોવિડ ના કારણે અંદાજે 23 કરોડ ભારતીયો ગરીબીમાં ધકેલાઈ ગયા છે. બેંગ્લોર સ્થિત અઝીમ પ્રેમજી યુનિ. દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાહેર થયું હતું કે શહેરી ક્ષેત્રમાં બેરોજગારી 15% અને ગ્રામીણ ક્ષેત્રમાં 20% જેટલી વધી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરથી રાજયોએ તુર્ત જ સ્થાનિક અને લોકોના આવાગમન પર પણ નિયંત્રણો મુકી દીધા છે જે હજુ વધતા જાય છે.
અને તેના કારણે આર્થિક મોબીલીટીમાં 10%નો ઘટાડો થયો છે અને તેની સાથે જોડાયેલી આવકમાં 7.5%નો ઘટાડો થયો છે અને હજુ આ નિયંત્રણો લાંબા ચાલશે તેવી શકયતા છે. જેનાથી આર્થિક નકારાત્મક વધશે અને કોરોના પૂર્વેના સમયની સાથે સરખામણી કરીએ તો 2020ના અંતે 1.50 કરોડ લોકોની રોજગારી ગઈ હતી અને ઘરેલુ આવક પણ ઘટી છે. જાન્યુઆરી 2020 જે કોરોના કાળનો પ્રારંભ હતો તે સમયે સરેરાશ ઘરેલુ આવક 25989 હતી જે ઓકટો 2020માં ઘટીને રૂા.497919 થઈ હતી.
જયાં કોરોનાનું સંક્રમણ વધુ હતું તેમાં મહારાષ્ટ્ર, કેરાળા, તામીલનાડુ, ઉતરપ્રદેશ અને દિલ્હીમાં રોજગારી ઘટવાનું પ્રમાણ પણ ઉંચુ જ હતું.કોરોનાના કારણે લોકોની આવક ઘટતા ખાસ કરીને મહિલા અને યુવા વર્ગની આવક ઘટતા તેની સીધી અસર ઘરેલું ભોજન પદ્ધતિ પર થઈ છે અને લોકોની ખાદ્ય પદાર્થની ખરીદી ઘટી છે. લોકોનું દેવું વધ્યુ છે અને મિલ્કતો વેચાઈ રહી છે.સરકારની અનાજ વિતરણ સહિતની વિતરણની સ્થિતિ એ એક વર્ગને ટકી રહેવા જેવી રાહત આપી છે પણ કાયમી રીતે 2020 પૂર્વેથી સ્થિતિમાં કયારે આવશે તે નિશ્ચિત નથી.