તપન પરમાર હત્યા કેસ મામલે પોલીસ કમિશનરે PI, PSI સહિત 10 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

Spread the love

વડોદરા ભાજપના નેતા રમેશ પરમાર ઉર્ફે રાજાનાં પુત્ર તપનની હત્યા મામલો કારેલીબાગ પોલીસનાં 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ પર બેદરકારીને પગલે શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. આરોપી બાબરને SSG હૉસ્પિટલ લઇને આવ્યા બાદ ફરજ પર બેદરકારી રાખવામાં આવી હતી.  વડોદરા પોલીસ કમિશનરે કારેલીબાગના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા પી.આઇ. અને પીએસઆઈ સહિત 10ને સસ્પેન્ડ કર્યા છે. વડોદરામાંથી નજીવી બાબતમાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ ઘટનામાં કુખ્યાત બાબરને પણ ઈજા પહોંચી હતી ત્યારે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સાંભળીને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. આ યુવાનની ઓળખ તપન પરમાર તરીકે થઈ છે, જે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર પુત્ર હતો. તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા. પુત્રના અકાળે મોત બાદ પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ રિમાન્ડ દરમિયાન આજે વહેલી સવારે બાબરખાન પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ મળી આવતા જપ્ત કર્યું હતું. તપન પરમારની સયાજી હૉસ્પિટલમાં હત્યા બાદ આરોપીઓ નાસ્તા ફરતા હતા. પોલીસે આરોપીઓને બાતમીનાનાં આધારે આજવા રોડથી ઝડપી લીધો હતો.જેથી હવે ધરપકડનો કુલ આંક સાત પર પહોંચ્યો છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે, ‘નાગરવાડા મેહેતા વાડીમાં ઝઘડો થયો હતો તે બાદ સરકારી સ્કૂલ પાસે ઝઘડો થતા વિક્રમ અને ભયલુને ગંભીર ઈજા થઈ હતી તે બંનેને સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના માતા-પિતાને મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ બંને યુવકની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે તેમ કહી ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન જ અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ પાછા આવવા જણાવ્યું હતું. જેથી હું સયાજી હોસ્પિટલ પહોંચ્યો જ્યાં મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે તલવારથી હુમલો કરીને મારી નાખ્યો હોવાની જાણકારી મળી હતી.’ રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે, આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. આ લઘુમતી કોમના યુવક બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com