ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં ખ્યાતિ ગ્રુપ વાળા કાર્તિક પટેલે જમીન અને શિક્ષણના નામે ૩૫૦ કરોડ નું કોભાંડ આચર્યું ? : પાર્થિવરાજસિંહ

Spread the love

‘વિનય કમલેશ ગુરુકુળ’ ને ગુરુકુળ બનાવવા શરતોને આધીન ૮૩૮૮૫ ચો.મીટર જગ્યા ફાળવવામાં આવી હતી, તે શરતોનું સંસ્થા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું.

• ગાંધીનગર જીલ્લા કલેક્ટર દ્વારા શરતોના ઉલ્લંઘન માટે થઈ આ જગ્યામાં નિયમ અનુસાર સરકારી પડતર દાખલ કરવામાં આવી હતી છતાં અધિક સચિવમાં અપિલમાં જઈ જીલ્લા કલેક્ટરનો હુકમ રદ કરવામાં આવ્યો હતો. જે ખુબજ શંકાસ્પદ

• ગુરુકુળ બનાવી સામાન્ય જનતા ની સેવા આપવા જમીન ફાળવી છે, ત્યાં હેતુફેર -શર્ત તોડી અને મેવા કમાવવા ના કારનામા કાર્તિક પટેલ અને ટુકડી દ્વારા કરવામાં આવ્યા

• જમીન જયેશ પટેલની ‘વિનય કમલેશ ગુરુકુળ’ નામની સંસ્થાના નામે રજીસ્ટર્ડ છે અને તેમાં કાર્તિક પટેલનું નામ નથી, ત્યારે તે જમીનમાં શરૂ કરેલ ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ના ચેરમેન કાર્તિક પટેલ કેવી રીતે બની ગયા ?

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા એ ખ્યાતિ ગ્રુપ વાળા કાર્તિક પટેલે જમીન અને શિક્ષણ ના નામે ૩૫૦ કરોડ નું કોભાંડ ઉજાગર કર્યું હતું. અમદાવાદ ની નજીક ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં આવેલ ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ની ૩૩ વીઘાથી વધુની જમીન જે હેતુ માટે આપેલ તેનું જાહેર માં ઉલ્લંઘન કરવા માં આવ્યું હતું. મેહસાણા જિલ્લા કલેકટર દ્વારા તા. ૨૧/૮/૧૯૯૨ ના રોજ ખાતા નંબર ૯૧૦ પૈકી ના ૬ સર્વ નંબર રેવન્યુ રેકર્ડમાં નોંધ નં. ૧૬૮૩ મુજબ ૮૩૮૮૫ ચો.મીટર જગ્યા ‘વિનય કમલેશ ગુરુકુળ’ ને ગુરુકુળ બનાવવા ફાળવવા માં આવી હતી. આ જમીન શરતો ને આધીન ફાળવવા માં આવી હતી અને શર્ત ચૂક થાય તો જે પરિસ્થિતિ માં જમીન હોય ત્યાં તાત્કાલિક સરકારી પડતર દાખલ કરવા માં આવશે તેવો સરકાર નો આદેશ છે. ‘ વિનય કમલેશ ગુરુકુળ ‘ સંસ્થા દ્વારા આ જમીન ને કેલોરેક્સ ફાઉન્ડેશન ને ભાડા કરાર કરી ને પધરાવવા માં આવી તે સરકાર ને જાણ થતાં ગાંધીનગર ના જિલ્લા કલેકટર દ્વારા સંપૂર્ણ જમીન ને સરકાર હસ્તક લેવા નો આદેશ કરવા માં આવ્યો હતો. આ આદેશ ગાંધીનગર ના જિલ્લા કલેકટર દ્વારા તા. ૧૧/૧૨/૨૦૧૪ ના રોજ ૯૧૩૯ ની નોંધ મુજબ કરવા માં આવ્યો હતો. ત્યાર બાદ સંસ્થા અધિક સચિવ પાસે જાય છે અને અધિક સચિવ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેકટર ના નિર્ણય ને નોંધ ૧૦૦૩૪ દ્વારા ૯/૧/૨૦૧૮ ના રોજ રદ્દ કરવા માં આવ્યો હતો. શર્ત ભંગ થાય તો જમીન માં સરકારી પડતર થાય તેવો લેખિત હતું તો કયા આધારે અધિક સચિવ એ આ સંસ્થા ને ફાયદો કરાવ્યો ? સરકારી અધિકારીએ આ નિર્ણય સરકારના કોઈ નેતાની સૂચનાથી લીધો છે ? કે સચિવ કક્ષા એ મોટો ભ્રષ્ટાચાર થયો છે? તે મોટો પ્રશ્ન છે. આ દરમિયાન કાર્તિક પટેલ જે ખ્યાતિ ગ્રુપ નો મુખ્યા છે તે ‘વિનય કમલેશ ગુરુકુળ’ માં દાખલ થાય છે. ગાંધીનગર જીલ્લા કલેક્ટરના જમીનના સરકારી પડતર દાખલ કરવાનો હુકમ અને અધિક સચિવના કલેક્ટરના નિર્ણયને રદ કરવાના નિર્ણય પહેલા જ સંસ્થા દ્વારા ખ્યાતિ વર્લ્ડ સ્કુલની મંજુરી મેળવીને શરૂ કરી દેવામાં આવી હતી. આ તમામ જમીન માં ક્યાં કાર્તિક પટેલ નું નામ નથી , સંસ્થા જયંતીભાઈ પટેલ નામે રજિસ્ટર છે, ત્યારે તે જમીન માં શરૂ કરેલ ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ ના ચેરમેન કાર્તિક પટેલ કેવી રીતે બની ગયા તે સમજાતું નથી અને આ ટ્રસ્ટમાં કાર્તિક પટેલ કેવી રીતે દાખલ થયા તેની પણ તપાસ થવી જોઈએ. આ સરકારે ગુરુકુળ બનાવી સામાન્ય જનતા ની સેવા આપવા જમીન ફાળવી છે, ત્યાં હેતુફેર -શર્ત તોડી અને મેવા કમાવવા ના કારનામા કાર્તિક પટેલ અને ટુકડી દ્વારા કરવા માં આવ્યા છે અને ખાનગી શાળા શરૂ કરી મોંઘી દાટ ફી ઉઘરાવવા માં આવી રહી છે, સંસ્થા દ્વારા આ જગ્યા માં ખાનગી ક્લાસિસ ને ભાડે આપી દેવા માં આવી છે અને કરોડો રૂપિયા નો શિક્ષણ ના વેપાર કરવા માં આવી રહ્યો છે. આ પ્રકાર ની સરકારી જમીન નો દુરુપયોગ કરી કરોડો કમાનારા સામે લેન્ડ ગ્રેબિંગ જેવા ગુનાહ નોંધી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. શું આ પ્રકાર ના ભ્રષ્ટાચારી ઉપર દાદા નું બુલડોઝર ફરશે ચમરબંધી ઉપર પગલાં લેવાશે? અમે માંગ કરીએ છે કે ૩૫૦ કરોડ રૂપિયાથી વધારેની કિંમતની જમીન ઉપર કાર્તિક પટેલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ જે પ્રકાર ના વેપલા કરે તે જમીન માં નિયમ મુજબ તાત્કાલિક સરકારી પડતર દાખલ કરવા માં આવે અને કડક પગલાં લેવા માં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com