મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. મહાયુતિએ પ્રચંડ જીત મેળવી છે. આ વચ્ચે હવે લોકો એવા વ્યક્તિ વિશે જાણવા માંગે છે, જે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. જી હા, ભાજપ ઉમેદવાર પરાગ શાહ આ વખતે મહારાષ્ટ્ર ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તે મુંબઈના ઘાટકોપર ઈસ્ટ સીટથી ચૂંટણી મેદાને ઉતર્યો હતો. બીજીપીના પરાગ શાહે ઘાટકોપર પૂર્વ વિધાનસભા સીટ પર જીત મેળવી છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ વખતે ભાજપના સૌથી અમીર ઉમેદવાર પરાગ શાહે શરદ પવાર જુથવાળી એનસીપી ઉમેદવારને 34,999 મતોથી હરાવ્યાં છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર પરાગ શાહને 85,388 મત મળ્યાં હતા. જ્યારે શરદ પવારની પાર્ટીની રાખી જાધવને 50,389 મત મળ્યાં હતા. પરાગ શાહની આ સતત બીજી જીત છે. આ પહેલા પણ તેણે ઘાટકોપર પૂર્વ સીટથી જીત મેળવી હતી. ચૂંટણી પંચ સામે રજૂ કરેલા સોગંધનામા અનુસાર, બીજીપીના પરાગ શાહ આ વર્ષે ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર રહ્યા હતા. ચૂંટણી સોગંધનામા અનુસાર, ભાજપ ધારાસભ્ય પરાગ શાહે 3,383 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ જાહેર કરી છે. તે સિવાય, તેણે 67.53 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો પણ ઉલ્લેખ કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં પરાગ શાહની સંપત્તિમાં 575 ટકાનો વધારો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેણે પોતાની સંપત્તિ 550.62 કરોડ રૂપિયા જણાવી હતી.