
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અવામી લીગ એકશન કમિટી (એએસી)એ અને વિસ્તારોમાં હલ્લાબોલ કરી દીધુ છે. અનેક જગ્યાએ બંધનું એલાન આપ્યું છે અને ચકકાજામ કરી દીધા છે. દેખાવો પર કાબુ મેળવવા પાકિસ્તાને મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરી દીધા છે અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ઈન્ટરનેટ કનેકટીવીટી ઠપ્પ કરી દેવાઈ છે. એએસી એક સિદિલ સોસાયટી છે. જે છેલ્લા ઘણા સમયથી પીઓકેમાં સુધારાની માંગ કરી રહી છે. પીઓકે સાથે દાયકાઓથ ભેદભાવ અને આર્થિક ઉપેક્ષા રાખવાનો આક્ષેપ કરાયો છે. એએસીએ પાકિસ્તાન સામે 38 પોઈન્ટની માગણીઓ સખ્ત છે.
પીઓકેની વિધાનસભામાં 12 સીટો પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત છે. એએસીએ આ જોગવાઈને ખતમ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત મંગલા હાઈડ્રો પાવર પ્રોજેકટથી બનનારી વીજળીનું કામ દામ અને ઈસ્લામાબાદના જુના વાયદા પૂરા કરવાની માંગ કરાઈ છે. એએસીના નેતા શૌકત નવાઝ મીરે કહ્યું છે અમારૂ અભિયાન કોઈ સંસ્થા સામે નથી, પણ છેલ્લા 70 વર્ષથી પીઓકેના લોકોને મૌલિક અધિકાર નથી મળ્યા. એએસી બાદ પીઓકેમાં પોલીસ પણ પાક. સરકાર સામે રસ્તા પર ઉતરી આવી છે. પોલીસ કર્મીઓ વેતન વૃધ્ધી અને બહેતર સુવિધાની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકારે તેમની માંગણી ફગાવી દીધી છે. પરિસ્થિતિને કાબુમાં લેવા પાક. સરકારે ઈન્ટરનેટ સેવા પીઓકેમાં ઠપ્પ કરી દીધી છે.