- Rajkot: ધારાસભ્ય ઉદય કાનગઢ પ્રસિદ્ધિ મેળવવા રાજ્યપાલનો રૂટ બદલાવવાની ચર્ચાઓ
- રાજકોટ બાયપાસ હાઇવે પર સ્વાગત કાર્યક્રમ નક્કી થયો હતો
- પરંતુ કાફલો આખો શહેરમા લવાતા આનંદીબેન નારાજ થયાની ચર્ચાઓ
Rajkot: ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રૂટ બદલાવતા નારાજ થયાની ચર્ચા છે. જેમાં ધારાસભ્ય ઉદય કાનગઢ પ્રસિદ્ધિ મેળવવા રાજ્યપાલનો રૂટ બદલાવવાની ચર્ચાઓ છે.
રાજકોટ બાયપાસ હાઇવે પર સ્વાગત કાર્યક્રમ નક્કી થયો હતો. પરંતુ કાફલો આખો શહેરમા લવાતા આનંદીબેન નારાજ થયાની ચર્ચાઓ છે. આનંદીબેન પટેલ ગાડીમાં નીચે પણ ના ઉતર્યા અને ગુલદસ્તો લઈ લીધો હતો. આનંદીબેન બોલ્યા લાય તારે જે આપવાનું હોય તે આખો કાફલો હેરાન થયો છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના કાર્યક્રમમાં ફેરફાર કરાવ્યો
પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી એક્ટિવ થતા પાટીદાર સમાજ પ્રેમ મેળવવા માટે કાર્ય કર્યું હોવાની ચર્ચા છે. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે પોતાની પ્રસિદ્ધિ માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના કાર્યક્રમમાં ફેરફાર કરાવ્યો હતો. જોકે આ આનંદીબેન આ બાબત પામી ગયા હતા અને તેઓ નારાજ થઇ ગયા હતા. તેમણે કારમાંથી ઉતર્યા વગર જ શુભેચ્છા સ્વીકારી લઇ એક જ મિનિટમાં રવાના થઇ ગયા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રવિવારે ખોડલધામ આવ્યા હતા, ત્યાં દર્શન અને ધ્વજારોહણ સહિતનો કાર્યક્રમ પૂરો કરી આનંદીબેન તેમના કાફલા સાથે કારમાં અમદવાદ જવા રવાના થયા હતા.
Rajkot: ઘર નજીક સ્વાગત કરવાનો મોકો આપવાની વિનંતી કરવામાં આવી
રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા અને તેના પરિવાર તરફથી આનંદીબેનને તેમના ઘર નજીક સ્વાગત કરવાનો મોકો આપવાની વિનંતી કરવામાં આવી હતી, આનંદીબેને આમંત્રણ સ્વીકાર્યું હતું, પરંતુ પોતાને વહેલીતકે અમદાવાદ પહોંચવાનું હોવાથી અને સુરક્ષામાં મોટો કાફલો હોવાથી ઘરે આવવાને બદલે દુધાત્રાના ઘર નજીક આવતાં હાઇવે પર પુષ્પગુચ્છ સ્વીકારશે તેવો કાર્યક્રમ નક્કી કર્યો હતો. આનંદીબેન પટેલના સ્વાગત માટે ઉપલાકાંઠા વિસ્તારના ભાજપના આગેવાનો કાર્યકરોને ફોન કરી દેવાયા હતા, રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ધારાસભ્ય ઉદય કાનગડે રાજ્યપાલ આનંદીબેન પટેલનું હાઇવે પર સ્વાગત કરવાને બદલે તેમના ઘરે બોલાવો તેમ કહેતા દુધાત્રાએ આનંદીબેનને પોતાના ઘરે 200 જેટલા કાર્યકરો એકઠા થઇ ગયા છે અને ઘરે આવો તેવી વિનંતી સાથેની જીદ પકડતાં અંતે આનંદીબેન અને તેમનો સુરક્ષાનો કાફલો પાણીના ઘોડા પાસે આવેલા વલ્લભ દુધાત્રાના ઘર પાસે પહોંચ્યો હતો.
કાફલાનો રૂટ બદલાવાતા તેઓ નારાજ થયાની ચર્ચાએ જોર પકડ્યું
આનંદીબેન પટેલ પહોંચ્યા ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ, વલ્લભ દુધાત્રા, તેમના પરિવારના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો દુધાત્રાના ઘરની બહાર ગોઠવાઇ ગયા હતા, આનંદીબેનને દુધાત્રાના ઘરમાં લઇ જવાનો પ્લાન ધારાસભ્ય કાનગડે ઘડ્યો હતો, અને તેની સંપૂર્ણ તૈયારી થઇ ગઇ હતી, પરંતુ આનંદીબેન પહોંચ્યા ત્યારે તેઓ કારમાંથી નીચે ઉતર્યા નહોતા અને કારમાં બેઠા બેઠા જ તેમણે ધારાસભ્ય ઉદય કાનગડ પાસેથી બુકે સ્વીકારી લીધું હતું. એકાદ મિનિટમાં જ તેઓ રવાના થઇ ગયા હતા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન અને તેમના કાફલાનો રૂટ બદલાવાતા તેઓ નારાજ થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું.