હોર્ડિંગ લગાવતા શ્રમિકોની સુરક્ષામાં બેદરકારી દાખવનાર બે શખ્સોની ધરપકડ

Spread the love

 

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 3 શ્રમિક હોર્ડિંગ લગાવતા હતા, ત્યારે વીજળીના થાંભલાનો વાયર હોર્ડિંગને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 3 શ્રમિકો સાતમા માળની ઊંચાઈએથી નીચે પટકાતા તેમના મોત નિપજ્યા હતા. જે બાદ આ કેસમાં બેદરકારી દાખવનાર બે આરોપીઓની પોલીસ ધરપકડ કરી છે. સાઉથ બોપલ વિસ્તારના વિશ્વકુંજ-2 માં 3 શ્રમિક હોર્ડિંગ લગાવતા હતા, ત્યારે વીજળીના થાંભલાનો વાયર હોર્ડિંગને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 3 શ્રમિકો સાતમા માળની ઊંચાઈએથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓના મોત નિપજ્યા હતા. બેદરકારી દાખવીને મોત અંગેના આ કેસમાં બોપલ પોલીસે ઉમેશ સૈની અને અનિલ ગૌડ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓ શ્રમિકો પાસે જાહેરાતનું બોર્ડ લગાવવાનું કામ કરાવી રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમ્યાન શ્રમિકોની સુરક્ષા સંબંધી એક પણ પગલા લેવામાં આવ્યા ન હતા અને મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેવી શક્યતા હોવા થતા બન્ને આરોપીએ ઘોર બેદરકારી દાખવીને કામગીરી ચાલુ રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *