દિવાળી પછી ડીવાયએસપી નું પ્રમોશન? હાલ તો ફાઈલ ઉપર ચડાવી દેવા સુચના, હજુ પીઆઈમાંથી ડીવાયએસપી બનવા રાહ જોવી પડશે

Spread the love

 

DYSP પ્રમોશનને હજુ રાહ જોવી પડશે : ફાઈલ સાથે ગયેલ DGP ને હજુ રાહ જોવા ગૃહમંત્રીની સૂચના


PI To DYSP પ્રમોશન થયાં બાદ જ પ્રમોશન મેળવનાર પીઆઈને બદલીનો લાભ મળશે, ચાર-ચાર વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓમાં પણ કચવાટ

 

થોડા સમય પહેલાં જ રાજ્યભરના 100 થી વધું આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જે બાદ પોલીસ બેડામાં આનંદ છવાયો હતો. તુરંત જ પીઆઈ ટુ ડીવાયએસપી પ્રમોશન અને પીએસઆઈમાંથી પીઆઈ થયેલ તેમજ બદલીની ચાર વર્ષથી રાહ જોતાં કેટલાય પીઆઈ માટે રાહતના સમાચાર આવશે તેવી રાહ જોઈ બેસેલ અધિકારીઓ માટે હજું મંત્રી મંડળ વિસ્તરણ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે તેવું ચિત્ર ઉપસી રહી છે.

ગાંધીનગરથી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ચાર વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતાં પીઆઇ લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સિનિયર પીઆઈ ડીવાયએસપી પ્રમોશનની લાઈનમાં છે, જે પ્રમોશન મળ્યાં બાદ પીઆઈની બદલી થઈ શકે તેમ છે.

જેથી થોડાં દિવસો પહેલાં જ ડીવાયએસપી પ્રમોશનની ફાઇલ તૈયાર કરી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ગૃહમંત્રીને મળવા પહોંચ્યા હતાં. ત્યારે ગૃહમંત્રીએ ડિજીપીને ફાઇલ પરત કરી કહ્યું હતું કે, હાલ પ્રમોશન-બદલી રહેવા દયો. આ થી મનાઈ રહ્યું છે કે જ્યાં સુધી સંગઠન અને મંત્રીમંડળ વિસ્તરણ ન થાય ત્યાં સુધી કોઈ ફેરફાર કરવાના નથી તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, જ્યારે ખુદ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પ્રોમોશન મળે અને કેબિનેટમાં સ્થાન મળે તેવી એક સંભાવના છે તેવા ફેરફાર આગામી સમયમાં થવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી તેઓએ ગૃહવિભાગમાં પોલીસની બદલીની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી છે. હાલ ડીઆઇજી રેન્કના 10 થી વધું અધિકારીઓ પણ પોસ્ટની રાહ જોઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રમોશન બાદ બદલી તુરંત જ આવતી હતી, હાલ સ્થિતિ કંઈક અલગ જ છે. પીએસઆઈમાંથી પીઆઈ બનેલ કેટલાય અધિકારીઓ જિલ્લા ફેર સાથેની બદલીની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ગૃહ વિભાગ અને ડિજિપી ઓફિસ દ્વારા પ્રમોશન અને બદલી બાબતે કોઇપણ પ્રકારની હિલચાલ ન થતાં ક્યાંક પોલીસ બેડામાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. કેમ કે, જ્યાં સુધી ડીવાયએસપી પ્રમોશન ન આવે ત્યાં સુધી પીઆઈની બદલી શક્ય નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *