- માવો અને પનીર વેચતા આઠ વેપારીઓને ત્યાં કાર્યવાહી
- વેપારીઓને આ માલ ના વેચવા સૂચના અપાઈ છે
- આ જથ્થાની કિંમત રૂપિયા બે લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફુડ વિભાગ જાગ્યુ છે. શહેરના કાલુપુર અને વેજલપુર વિસ્તારના માવો અને પનીર વેચતા આઠ વેપારીઓને ત્યાં કાર્યવાહી કરી શંકાસ્પદ લાગતા ૭૨૪ કિલોગ્રામ જથ્થો વેચાણ માટે ફુડ વિભાગે સ્થગિત કર્યો છે.
આ જથ્થાની કિંમત રૂપિયા બે લાખથી વધુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે. હંમેશની જેમ કોર્પોરેશનનુ ફુડ વિભાગ દ્વારા દશેરા પર્વ પહેલા વિભાગની કામગીરી બતાવવા ફાફડાના ૬, જલેબીના ૧૧ શંકાસ્પદ સેમ્પલ લેવાયા છે. મીઠાઈ અને દૂધની બનાવટ વગેરે થઈ એક સપ્તાહમાં ૧૪૬ ફુડ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.
શહેરના કાલુપુર-જીવરાજ પાર્કના 8 સ્થળોએ તપાસ કરી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી મોટા પ્રમાણમાં પનીર અને દૂધ તથા દૂધની બનાવટોનો જથ્થો સીઝ કરાય છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ શહેરના કાલુપુર-જીવરાજ પાર્કના 8 સ્થળોએ તપાસ કરી છે. તમામ એકમો પર પર ખાદ્ય પદાર્થની ચકાસણી કરવા સેમ્પલ લેવામાં આવ્યા છે.
વેપારીઓને આ માલ ના વેચવા સૂચના અપાઈ છે
દરમિયાન વિજય ડેરી એન્ડ સ્વીટ્સમાંથી લેવાયેલ સેમ્પલ પ્રાથમિ સ્તરે શંકાસ્પદ લાગતા 50 કિલો પનીર, 60 કિલો માવો સીઝ કરાયો છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 8 એકમો પર ચકાસણી કરાઈ છે. આ એકમોમાંથી 750 કિલો માવો, પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સેમ્પલિંગ કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી વેપારીઓને આ માલ ના વેચવા સૂચના અપાઈ છે.