ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ પ્રમાણે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને 7 હજારની મર્યાદામાં ઍડહૉક બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.
માહિતીખાતા દ્વારા જાહેર કરાયેલી આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે “આ બોનસનો લાભ વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓ તથા રાજ્યના મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષશ્રીના, દંડકશ્રીના, નાયબ દંડકશ્રીના, ઉપદંડકશ્રીના તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો, ગ્રાન્ટ-ઇન-ઍઇડ શાળા અને કૉલેજો ઉપરાંત જેમને બોર્ડ-કૉર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા તમામ બોર્ડ-કૉર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે.”
લેકાર્નૂએ સોમવારે સવારે રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૅક્રોં સાથે લગભગ એક કલાક મિટિંગ કરી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિની ઑફિસથી તેમના રાજીનામાની ઘોષણા કરી દેવામાં આવી હતી.
ફ્રાન્સ્વા બેયરુની સરકાર પડ્યા બાદ લેકોર્નૂએ ફ્રાન્સના વડા પ્રધાનપદને સંભાળ્યું હતું. આ જવાબદારીના માત્ર 26 દિવસો જ પૂર્ણ થયા હતા.
નવી કૅબિનેટમાં તેમણે વધારે પદો બેયરુ સરકારના મંત્રીઓને જ આપ્યાં હતાં. કેટલાંક પદો પર તેમણે નવી નિયુક્તિ કરી હતી. તમામ પાર્ટીએ તેની આલોચના કરી હતી.
લેકોર્નૂના રાજીનામા બાદ કેટલીક પાર્ટીઓ હવે જલદી ચૂંટણી કરાવવાની માગ કરી રહી છે. કેટલીક પાર્ટી ઇમેનુએલ મૅક્રોંના રાજીનામાની માગ પણ કરી રહી છે.
જોકે, ઇમેનુએલ મૅક્રોં સ્પષ્ટ કરી ચૂક્યા છે કે 2017માં તેમનો કાર્યકાળ સમાપ્ત થયા પહેલાં તેઓ રાષ્ટ્રપતિપદ નહીં છોડે.
નૅશનલ રેલી પાર્ટીના મોટા નેતા સેબેસ્ટિયન ચેનુએ કહ્યું, “સંસદ ભંગ કે પછી રાજીનામું- ઇમેનુએલ મૅક્રોંએ હવે બે પૈકી એકની પસંદગી કરવી પડશે.”
સુપ્રીમ કોર્ટે સોનમ વાંગચુક મામલે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ
સોનમ વાંગચુકની હિરાસત મામલે હવે પછીની સુનાવણી 14મી ઑક્ટોબરે થશે. (ફાઇલ ફોટો)
સુપ્રીમ કોર્ટે સોમવારે સોનમ વાંગચુકની હિરાસતના મામલામાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. સોનમનાં પત્ની ડૉ. ગીતાંજલિએ હિરાસતની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજી સંવિધાનના અનુચ્છેદ 32 પ્રમાણે, હૅબિયસ કૉર્પસ અંતર્ગત દાખલ કરવામાં આવી હતી.
લાઇવ લૉ પ્રમાણે જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ એનવી અંજારિયાની બૅન્ચે કહ્યું છે કે આ મામલાની સુનાવણી આવતા સપ્તાહે મંગળવારે એટલે કે 14 ઑક્ટોબરે થશે.
અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી કે સોનમ વાંગચુકને હિરાસતમાં લેવાનાં કારણો મામલે તેમનાં પત્નીને જણાવવું જોઈએ.
સરકારનો પક્ષ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ મૂક્યો. તેમણે કહ્યું કે સોનમ વાંગચુકને તેની જાણકારી આપવામાં આવી છે. તેમનાં પત્નીને હિરાસતનાં કારણો મામલે જણાવવાની કાયદાકીય આવશ્યક્તા નથી.
સૉલિસિટર જનરલે એમ પણ કહ્યું કે અરજીકર્તા તેને એક ભાવનાત્મક મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યાં છે કે સોનમ વાંગચુકને મેડિકલ સુવિધાઓ નથી અપાઈ રહી અને તેમને તેમનાં પત્ની સાથે મળવા નથી દેવાઈ રહ્યા.
માઉન્ટ એવરેસ્ટ પર ટ્રૅકિંગ કરવા ગયેલા સેંકડો પર્વતારોહી ફસાયા, રૅસ્ક્યૂ ઑપરેશન શરૂ
CCTV
માઉન્ટ એવરેસ્ટ પર ભારે બરફવર્ષાને કારણે તિબેટ તરફના ઢાળ પર સેંકડો લોકો ફસાયેલા છે. આ લોકો કૅમ્પિંગ સાઇટ્સ પર ફસાયેલા છે.
ચીનના સરકારી મીડિયા અનુસાર, લગભગ 350 થી વધારે પર્વતારોહીઓને સુરક્ષિત કાઢીને સ્થાનિક જગ્યાઓ પર લઈ જવાયા છે જ્યારે અન્ય 200થી વધારે લોકોનો સંપર્ક કરાયો છે.
સ્થાનિક મીડિયાએ શરૂઆતમાં જણાવ્યું હતું કે લગભગ 1000 લોકો ફસાયેલા છે.
માઉન્ટ એવરેસ્ટના પૂર્વમાં આવેલા ઢાળ તરફ સ્થિત કર્મા ખીણમાં શુક્રવાર સાંજથી બરફ પડવાની શરૂઆત થઈ જે શનિવાર સુધી ચાલુ રહ્યું. આ જ કારણે સેંકડો પર્વતારોહી ત્યાં ફસાયા હતા.
હિમાલયના વિસ્તારોમાં કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. નેપાળમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે શુક્રવારથી અત્યાર સુધી ઓછામાં ઓછા 47 લોકોનાં મોત થયાં છે.
માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 8,849 મીટરથી વધારે છે. દરેક વર્ષે કેટલાક લોકો અહીં ટ્રૅકિંગ માટે આવે છે.
જયપુરની એસએમએસ હૉસ્પિટલના આઇસીયુમાં આગ ફાટી નીકળતાં છ દર્દીનાં મોત
એસએમએસ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટર ઇનચાર્જ અનુરાગ ધાકડ
સમાચાર સંસ્થા એએનઆઈના એક અહેવાલ અનુસાર સોમવારે જયપુરની એસએમએસ હૉસ્પિટલના ટ્રૉમા આઈસીયુમાં શૉર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી.
ટ્રૉમા સેન્ટર ઇન્ચાર્જ અનુરાગ ધાકડ પ્રમાણે આના કારણે ચારેકોર ઝેરી ધુમાડો ફેલાઈ ગયો હતો.
આ ઘટના હૉસ્પિટલના બીજા માળે બની હતી. નોંધનીય છે કે બીજા માળે ટ્રોમા આઈસીયુ અને સેમિ-આઈસીયુ એમ બે આઈસીયુ છે. બંનેમાં અનુક્રમે 11 અને 13 દર્દી હતા.
આ ઘટનામાં કુલ છ ગંભીર રીતે બીમાર દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. જેમાં બે મહિલા અને ચાર પુરુષો સામેલ છે. ધાકડનું કહેવું છે કે તેમનો જીવ બચાવવાના પૂરતા પ્રયાસો છતાં તેઓ બચી શક્યાં નહોતાં.
હાલ વધુ પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રૉમા આઈસીયુમાં મોટા ભાગના દર્દી અચેતન અવસ્થામાં હતા, જેથી સ્થિતિ વધુ ગંભીર બની હતી. ટ્રૉમા સેન્ટર ટીમ તેમજ નર્સિંગ સ્ટાફે સાથે મળીને ઝડપથી દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા.
ગાઝામાં શાંતિ માટે વાતચીત શરૂ થયા પહેલાં ટ્રમ્પે તમામ પક્ષોને કરી આ અપીલ
Getty Imagesટ્રમ્પને આશા છે કે બંધકોની મુક્તિનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં જંગ રોકવાના પ્રયાસોમાં સામેલ તમામ પક્ષોને ‘ઝડપથી કામ કરવાની’ અપીલ કરી છે.
ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, ‘હમાસ અને સમગ્ર વિશ્વના દેશો (આરબ, મુસ્લિમ અને અન્ય) સાથેની ચર્ચા અત્યંત હકારાત્મક રહી.’
ટ્રમ્પે કહ્યું, “મને કહેવાયું છે કે શાંતિ યોજનાનું પ્રથમ ચરણ આ અઠવાડિયે જ પૂરું થઈ જશે. હું બધાને ઝડપથી કામ કરવા કહી રહ્યો છું.”
આ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે તેમને લાગે છે કે બંધકોને મુક્તિ કરવાની કાર્યવાહી “ખૂબ જલદી” શરૂ થઈ જશે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ વાર્તા માટે સોમવારે ઇજિપ્તમાં મધ્યસ્થીઓ મળવાના છે. આ બેઠક હમાસની તરફથી અમેરિકાની 20 સૂત્રીય શાંતિ યોજનાની કેટલીક શરતો માન્યા બાદ થઈ રહી છે.
હમાસે ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને ગાઝાનું પ્રશાસન પેલેસ્ટાઇનિયન ટેક્નૉક્રેટ્સને સોંપવા જેવી કેટલીક શરતો પર સંમતિ વ્યક્ત કરી છે, જ્યારે અન્ય પ્રમુખ શરતો અંગે તે ચર્ચા કરવા માગે છે.
ભારે વરસાદથી દાર્જિલિંગમાં 18નાં મોત, ઘણા પર્યટક ફસાયા

દાર્જિલિંગ પર્વતીય ક્ષેત્રમાં શનિવાર સવારથી સતત પડી રહેલા વરસાદને પગલે મોટા પાયે વિનાશ વેરાયો છે.
દાર્જિલિંગના એસડીઓ રિચર્ડ લેપ્ચાએ જણાવ્યું કે અત્યાર સુધી મળી રહેલા સમચારો પ્રમાણે, 18 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે, તેમાં સાત દાર્જિલિંગ સબડિવિઝન અને 11 મિરિક ખાતે મૃત્યુ પામ્યા છે. મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.
ભારે વરસાદથી મિરિક-દૂધિયા વચ્ચેનો લોખંડનો પુલ તૂટી ગયો છે, ઘણા વિસ્તારોમાં મકાન પડી ભાંગ્યાં છે.
જિલ્લા વહીવટી તંત્ર પ્રમાણે, ઘણા દુર્ગમ વિસ્તારોથી અત્યાર સુધી જાનમાલના નુકસાનની સંપૂર્ણ જાણકારી નથી મળી શકી.
દાર્જિલિંગની સાથોસાથ સિક્કિમનો સંપર્ક પણ દેશનાં અન્ય રાજ્યો સાથે કપાઈ ચૂક્યો છે. ઉત્તર બંગાળની નદીઓનું જળસ્તર અચાનક વધવાને કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે, જેથી હજરો પર્યટક ફસાઈ ગયા છે.