મીડીયાકર્મીઓ સાથેનાં વાર્તાલાપમાં ચેરમેનશ્રીએ હેલ્થ ચેક-અપની સાથે ડેન્ટલ ચેક-અપ પણ કરી આપવાની મંજૂરી આપી
અમદાવાદ
ગુજરાત સરકારશ્રી તથા ગુજરાત રેડ ક્રોસનાં સંયુક્ત રીતે “ફીટ ઇન્ડિયા ફીટ મીડીયા” અભિયાન હેઠળ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયાકર્મીઓના હેલ્થ ચેક-અપ નો કાર્યક્રમ તા. ૮/૧૦/૨૦૨૫ના રોજ બુધવારે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા, જૂના વાડજ સર્કલ, અમદાવાદ ખાતેથી શરુ કરવામાં આવ્યો.’ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે.
ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સૌપ્રથમ પત્રકારશ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને હજુ વધુ કેવી રીતે ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય તે મુદ્દે પત્રકારશ્રીઓનાં મંતવ્યો જાણ્યાં હતાં. મીડીયાકર્મીઓ સાથેનાં વાર્તાલાપમાં ચેરમેનશ્રીએ હેલ્થ ચેક-અપની સાથે ડેન્ટલ ચેક-અપ પણ કરી આપવાની મંજૂરી આપી.આ સેવાનો મને આનંદ છે અને વધુમાં વધુ પત્રકારો આ આરોગ્ય કેમ્પમાં જોડાઈને આ સેવાનો લાભ લે તે માટે અમે કાર્યરત છીએ. આગામી દિવસોમાં જરૂર પડ્યે આરોગ્ય કેમ્પમાં જટિલ રોગ માટે તજજ્ઞ ડોક્ટરોની પણ મદદ લઈશું. તેમણે ઉપસ્થિત પત્રકાર મિત્રોને આ આરોગ્ય કેમ્પનો લાભ લેવા અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરવા અનુરોધ કર્યો હતો.ગત વર્ષે ૨૨૦૦ જેટલા પત્રકારોએ આરોગ્ય તપાસ માટે નોંધણી કરાવી હતી. ૨૬૪ જેટલા પત્રકારોને આરોગ્ય સમસ્યા જણાઈ હતી. જેમાંથી ૪૪ જેટલા પત્રકારોને ગંભીર બીમારી જણાતા હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા.
માહીતી નિયામકશ્રી કે. એલ. બચાણીએ જણાવેલ કે શ્રી અજયભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ ગત વર્ષનાં કાર્યક્રમમાં માન. મુખ્ય મંત્રી સાહેબે આશા વ્યક્ત કરી હતી કે આ કાર્યક્રમ ચાલુ રહેશે કે કેમ ત્યારે શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ આ કાર્યક્રમ ચાલુ પણ રાખશે અને વધારે સારી રીતે આયોજન કરશે. પતકાર સમાજમાં જાગ્રુતિ લાવવાનું કાર્ય કરે છે અને જે તેઓ સ્વસ્થ હોય તો જ સમાજમાં જાગ્રુતિ લાવી શકશે. આમ, આ હેલ્થ ચેક-અપ કાર્યક્રમ મીડીયાકર્મીઓ માટે અતિઉપયોગી બની રહ્યો છે. રેડ ક્રોસ ઘણી બધી માનવતાવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે અને તેમાં આ ફીટ ઈન્ડિયા ફીટ મીડીયા કાર્યક્રમ એ તેના માટે એક વધારાની પ્રવૃત્તિ છે અને છતા શ્રી અજયભાઈ પટેલ તેને ચાલુ રાખવાની સાથે તેનો વ્યાપ વધારી રહ્યા છે જે માટે તેઓ અભિનંદનને પાત છે. રેડ ક્રોસ માત બ્લડ સેન્ટર જ નહીં પણ અન્ય માનવતાવાદી પ્રવૃત્તિઓ જેવી કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યક્રમ, પેથોલોજી લેબોરેટરી, જેનરીક મેડીકલ સ્ટોર, ફીઝીયોથેરાપી સેન્ટર, આર્ટીફીશ્યલ લીમ્બ સેન્ટર વિગેરે ખુબજ સરસ રીતે ચલાવે છે.માહિતી ખાતા અને રેડ ક્રોસ વચ્ચે પત્રકારોની આરોગ્ય તપાસણી માટે થયેલો એમઓયુ કદાચ દેશની આ પ્રથમ ઘટના છે. કોઈ સરકારી વિભાગ રેડક્રોસ સાથે આ પ્રકારે MOU કરીને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરે તે અનન્ય છે.
રેડ ક્રોસની સ્થાપના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવાના ઉમદા હેતુ સાથે થઈ હતી, જેના મૂળમાં હેનરી ડ્યુનાન્ટના ‘મેમરી ઓફ સોલફેરીનો’ પુસ્તકનો પ્રેરણા સ્ત્રોત રહેલો છે. યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા, કુદરતી આફતોમાં અને રોગચાળામાં નાગરિકોની આરોગ્ય સેવા રેડ ક્રોસનું મૂળ મેન્ડેટ છે.ગુજરાત રેડ ક્રોસે આ મેન્ડેટથી આગળ વધીને પત્રકારોની આરોગ્ય સેવા અને આરોગ્ય તપાસનો અભિયાન શરૂ કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે.જીવનશૈલી ભાગદોડ ભરેલી હોય છે છતાં આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને વ્યાયામ, યોગ્ય ભોજન સહિતની સ્વાસ્થ્ય દરકાર રાખવી જોઈએ. રેડ ક્રોસ ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી પ્રકાશ પરમારે રેડ ક્રોસની પ્રવૃત્તિઓનો ચિતાર ઉપસ્થિતોને આપ્યો હતો. તેમણે માહિતી ખાતાના સહયોગથી આયોજિત આ મહત્ત્વપૂર્ણ કેમ્પેઇનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાનાં ચેરમેનશ્રી અજયભાઈ પટેલ માહીતી નિયામકશ્રી કે. એલ. બચાણી, અધિક માહીતી નિયામકશ્રી અરવિંદભાઈ પટેલ, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાનાં ચેરમેનશ્રી અજયભાઈ પટેલ, નાયબ માહીતી નિયામકશ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય તેમજ મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયાકર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.




