નવી દિલ્હી, તા.11 અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ) એ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાટને વ્યાજબી બનાવીને ચિકિત્સા ક્ષેત્રમાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે. એઈમ્સ હોસ્પિટલનાં વહિવટી તંત્રનો દાવો છે કે જયાં ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી માટે 20 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ આવે છે તે એઈમ્સમાં વિનામુલ્યે અથવા 20 હજારથી 25 હજારમાં સંભવ બને છે.
આટલુ જ નહિં આવી સૌથી મોટી ખાસ વાત એ છે કે આયુષ્યમાન ભારત કાર્ડધારકો માટે આ સુવિધા વિનામુલ્યે છે.
સર્જરી અને રીનલ ટ્રાન્સપ્લાંટ વિભાગનાં પ્રા.વી.કે.બંસલ અને વિભાગ અધ્યક્ષ પ્રો.સુનિલ ચુમવરે આ જાણકારી આપી હતી. એઈમ્સમાં આયોજીત એક કાર્યક્રમમાં દાવો કરવામાં આવ્યો હતો કે 8 ઓકટોબરે એઈમ્સમાં 27 વર્ષિય દર્દીને રોબોટ-સહાયતાથી કિડની ટ્રાન્સપ્લાટ કરાઈ હતી.
આ ત્રણ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પાંચમી સર્જરી હતી. પ્રો.બંસલે જણાવ્યું હતું કે દાવિંચી સર્જિક રોબોટની મદદથી સર્જરીમાં નાનકડો ચીરો ઓછી રકમ હાની અને ઝડપી રિકવરી સંભવ થઈ રહી છે. દર્દીને સામાન્ય ટ્રાન્સપ્લાંટની તુલનામાં ઓછુ દર્દ થાય છે અને એક સપ્તાહમાં જ હોસ્પિટલમાંથી રજા મળે છે.
વિભાગ અધ્યક્ષ પ્રો.સુનિલ ચુમ્બરે જણાવ્યુ હતું કે નવેમ્બર 2024 માં એઈમ્સને આ અત્યાધૂનિક રોબોટ મળ્યો હતો. 27 ફેબ્રુઆરીએ પહેલીવાર તેનો ઉપયોગ ડોનરની કિડની કાઢવામાં કરાયો હતો. અત્યાર સુધીમાં આ ટેકનિકથી પાંચ દર્દીઓ લાભાન્વિત થયા છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત એક દર્દીની આગામી સપ્તાહે સર્જરી થવાની છે.