
બાળકોને અપાતા કફ સીરપથી મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં થયેલા મૃત્યુના સંદર્ભમાં ડ્રગ કંટ્રોલ ઓથોરિટી બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગ પણ એકશનમાં આવ્યું છે. ખાસ કરીને આ કફ સીરપના નિર્માણ વિતરણના કેન્દ્રમાં રહેલા શ્રેસન ફાર્મા સાથે સંકળાયેલા ચેન્નઈ અને તેની આસપાસના 7 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ તમામ પ્રિવેન્શન ઓફ મનીલોન્ડ્રીંગ એકટ હેઠળ કરવામાં આવી રહી છે. તામિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીની સાથે રહીને આ દરોડા શરૂ થયા છે. કોલ્ડરીફ કફ સીરપની મધ્યપ્રદેશમાં 20 બાળકોના મૃત્યુ થયા બાદ તે કફ સીરપ ઉત્પાદન કરતી કંપની શ્રીસાત ફાર્માના માલીક સી. રંગરાજનની ધરપકડ થઈ હતી તેના કફ સીરપના ડાયથેલેન-ગ્લુકોન જે એક રાસાયણીક સોલવન્ટ છે તેનું પ્રમાણ ઉંચુ હોવાનુ અને તેના કારણે જ કફ સીરપ ઝેરી બની ગયું હોવાનુ ખુલ્યુ છે. આ કફ સીરપમાં ઔદ્યોગીક ઉત્પાદનના સોલવન્ટનો ઉપયોગ થયા છે. આ ઘટના બાદ હવે કફ સીરપના માપદંડ પણ કડક કરાયા છે અને હવે તેમાં મૂળ તત્વ તરીકે ઉપયોગમાં હાયથેલેન ગ્લુકોન માટે ટેસ્ટ ફરજીયાત બનાવી દીધા છે. જેમાં કાચામાલ અને તૈયાર કફ સીરપ બન્નેનું પરિક્ષણ ફરજીયાત દરેક બેચ માટે થશે. અગાઉ ફરી કાચા માલનું જ ટેસ્ટીંગ થતું હતું.