
આજે સવારે અમદાવાદ એરપોર્ટમાં ભારે ધુમ્મસના પગલે વિઝિબિલિટી ખોરવાતા મુંબઈથી આવેલી એક ફલાઈટને રાજકોટ એરપોર્ટમાં ડાયવર્ટ કરવામાં આવી વેધર કલીન થતાં જ આ ફલાઈટ રાજકોટ અમદાવાદ પરત ફરી સફળતાપૂર્વક લેન્ડીંગ કરતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.
આજે સવારે મુંબઈથી અમદાવાદ જતી ઈન્ડિગોની ફલાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચતા ખરાબ હવામાનના કારણે લેન્ડીંગ નહી શકતા આ ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવતા રાજકોટ 10 કલાકે આ ફલાઈટને રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં લેન્ડીંગ કરવામાં આવી હતી. આ ફલાઈટમાં ફયુલ પુરાવી સવારે 11ઃ10 કલાકે રાજકોટથી આ ફલાઈટ ટેકઓફ થઈ અમદાવાદ એરપોર્ટમાં લેન્ડીંગ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.