રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે જમીન, સમુદ્ર અને હવા આધારિત પરમાણુ શસ્ત્રો, જેમાં મિસાઇલ ફાયરિંગનો સમાવેશ થાય છે, સાથે સંકળાયેલા કવાયતોનું અવલોકન કર્યું. આ કવાયતો એવા સમયે કરવામાં આવી હતી જ્યારે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી, અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પણ મુલતવી રાખવામાં આવી છે.
રશિયાના ત્રણેય પરમાણુ શક્તિઓએ આ કવાયતોમાં ભાગ લીધો હતો. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) એ જણાવ્યું હતું કે લાંબા અંતરની મિસાઇલ, યાર્સ, રશિયાના પેલેસેત્સ્ક લોન્ચ સ્ટેશનથી છોડવામાં આવી હતી. બીજી મિસાઇલ, સિનેવા, બેરેન્ટ્સ સમુદ્રમાં સબમરીનમાંથી છોડવામાં આવી હતી. રશિયન Tu-95 બોમ્બરોએ પણ લાંબા અંતરની ક્રુઝ મિસાઇલો છોડ્યા હતા.
આ મિસાઈલોનું પરીક્ષણ કરાયું
આ અભ્યાસ દરમિયાન આઈસીબીએમ મિસાઈલો અને એર-બેઝ્ડ ક્રૂઝ મિસાઈલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોસ્મોડ્રોમથી લેન્ડ-બેઝ્ડ યાર્સ, ન્યુક્લિયર સબમરીન બ્રાયન્સ્કથી સિનેવા બેલિસ્ટિક મિસાઈલનું પણ પરીક્ષણ કરાયું હતું. કવાયતમાં જેટમાંથી એટેક કરતા સ્ટ્રેટેજિક બોમ્બ, ન્યુક્લિયર-કેપેબલ ક્રુઝ મિસાઈલો પણ સામેલ હતી.