સાબરમતીમાં ન્યુ રાણીપ ચેનપુરમાં ફટાકડો ફૂટતા 16 વર્ષની કિશોરીનું મોત નીપજ્યુ હતું.આ બનાવની વિગત મુજબ ન્યુ રાણીપમાં ચેનપુર રોડ પર મેઘા આર્કેડમાં રહેતા મિનેશભાઈ પુરોહિતની 16 વર્ષની પુત્રી તેમની સોસાયટીના ગેટની બહાર ફટાકડા ફોડી રહી હતી.
દરમિયાન ફટાકડો ફૂટતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને સાયનસ સિટી રોડ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવી હતી.
જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.