Vitamin B12 Deficiency: શરીર અને મગજને ખોખલું કરી નાખે છે B12ની ઉણપ, બાબા રામદેવનો દેશી નુસખો અજમાવી જુઓ

Spread the love

 

વિટામિન B12 અર્થાત કોબાલમિન શરીર માટે ખૂબ જ આવશ્યક પોષક તત્વ છે. જે પાણીમાં દ્વાવ્ય વિટામિન છે, જે નર્વસ સિસ્ટમને મજબૂત કરવા, રેડ સેલ્સ તેમજ DNA બનાવવામાં મદદ કરે છે. શરીર ખુદ આ વિટામિનને બનાવી નથી શકતું. આથી આપણે આ વિટામિનને ખોરાક અથવા સપ્લીમેન્ટ્સથી લેવું પડે છે.

આ વિટામિન ઈંડા, માંસ, માછલી અને ડેરી પ્રોડક્ટ્સમાં સૌથી વધારે મળી આવે છે. આજ કારણોસર ખાસ કરીને શાકાહારી લોકોમાં વિટામિન B12ની ઉણપ વધારે જોવા મળે છે. એવામાં યોગ ગુરુ બાબા રામદેવે વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે માટે મોરિંગા અર્થાત સરગવાના પાન ખાવાની સલાહ આપે છે.

 

વિટામિન B12ની ઉણપથી શરીર અને મગજ બન્ને પર અસર પડે છે. જેનાથી હાથ-પગમાં કળતર, માંસપેશિઓમાં નબળાઈ, થાક, માથામાં દુખાવો, સ્વભાવી ચીડિયો થઈ જવો, ડિપ્રેશન કે મૂડ ખરાબ થવો, શ્વાસ લેવામાં તકલીફ, યાદશક્તિ નબળી પડવી વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. આ વિટામિનની ઉણપ શરીરની એનર્જીને ઘટાડે છે અને મગજના સંતુલનને પણ અસર કરે છે.

સરગવાના પાનથી દૂર થશે વિટામિન B12ની ઉણપ
આયુર્વેદમાં વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે મોરિંગા અર્થાત સરગવાના પાનનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ પાન આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને બી કોમ્પલેક્સ જેવા તત્વોથી ભરપુર હોય છે.

દરરોજ સરગવાના પાનનું સેવન કરવાથી માંસપેશિઓની તાકાત વધે છે અને પાચન પણ સુધરે છે. જેના પરિણામે વાત, પિત્ત અને કફ જેવા ત્રણેય દોષ સંતુલિત રહે છે.

 

કેવી રીતે સરગવાના પાનનું સેવન કરવું?
વિટામિન B12ની ઉણપ દૂર કરવા માટે સરગવાનું સેવન ખૂબ જ અસરકારક રીત છે. જેને લેવા માટે સવારે ખાલી પેટ સૌથી યોગ્ય સમય માનવામાં આવે છે, કારણ કે આ સમયે શરીર પોષક તત્વોને સારી રીતે શોષે છે.

આ માટે દરરોજ એક ચમચી સરગવાનો પાવડર 1 ચમચી સરગવાના પાવડરને નવસેકા પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ. જો તમે સ્વાદ અને એનર્જી વધારવા માંગતા હોવ, તો તેમાં થોડું મધ મિક્સ કરી શકો છો. નવસેકુ પાણી પાવડરના પોષક તત્વોને શરીરમાં જલ્દી અને સારી રીતે પહોંચાડે છે. સતત આવું પીણું પીવાથી વિટામિન B12ની ઉણપ પુરી થાય છે.

સરગવાના પાનનું સૂપ
સરગવાના પાનનો રસ અને સૂપ બનાવીને પણ લઈ શકાય છે. જેને બનાવવા માટે સરગવાના પાનને સારી રીતે ધોઈ લો અને પછી પાણીમાં ઉકાળીને સૂપ તૈયાર કરો. સ્વાદ અને પોષણ વધારવા માટે તેમાં 1-2 ચમચી ગાયનું ઘી, હળદર, આદુ, લસણ, અજમો અને થોડી હિંગ નાંખી શકો છે.

સરગવાના પાન મગજ માટે પણ ફાયદેમંદ છે. જેમાં ક્વેરસેટિન અને ક્લોરોજેનિક એસિડ જેવા એન્ટી ઑક્સિડેન્ટ્સ હોય છે. જે મગજના સેલ્સને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

સરગવા વાત, પિત્ત અને કફ ત્રણેય દોષને સંતુલિત કરે છે અને શરીરમાં જમા ટોક્સિન્સને બહાર નીકાળે છે. જેના નિયમિત સેવનથી ઈમ્યુનિટી મજબૂત બને છે. તેમજ શ્વાસની સમસ્યા, કફ અને ફેફસાની નબળાઈમાં સુધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *