હવામાન વિભાગનું મોટું એલર્ટ : આગામી 3 કલાકમાં 15 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Spread the love

 

રાજ્યમાં ત્રણ દિવસ વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશરના કારણે વરસાદની શક્યતા છે. જેને કારણે .સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. 27 ઓક્ટોબર સુધી વરસાદ આવવાની શક્યતા છે. આ વચ્ચે ગોંડલ, મહેસાણા, વાપી જિલ્લામાં વરસાદ ત્રાટક્યો હતો.

ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો
ઊઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા અંડરપાસમાં પાણી ભરાયા છે. તો ઊઝા શહેરના રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઊંઝામાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયામહેસાણાના ઊંઝામાં સવારમાં સવારમાં પલટા બાદ વરસાદી માહોલ છવાયો છે. તો બીજી તરફ, વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોને વરસાદના કારણે નુકશાન જવાની ભીતિ છે.

ગોંડલમાં પણ વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ ભીના થાય તેટલો વરસાદ આવ્યો હતો. ભારે વરસાદ પડે તો મગફળી અને કપાસના પાકમાં નુકસાન થઈ શકે છે.

વાપીમાં વાતાવરણમાં આવ્યો પલટો
ગતરોજ વાપી શહેરમાં વાપી ચાર રસ્તા, વાપી એન એચ 48 અને સેલવાસ રોડ પર વરસાદ નોઁધાયો હતો. હવામાન વિભાગે વાપીમાં વરસાદની આગાહી કરી છે. જેને લઈને ખેડૂતોમાં વરસાદને લઈ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદની કરી આગાહી કરી છે. થન્ડર એક્ટિવિટી સાથે હળવા વરસાદની આગાહી છે .દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરતમાં વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. 10 થી 1 વાગ્યા માટેની હવામાન વિભાગનું આ એલર્ટ છે.

ખેડૂતોએ ખાસ સાચવવું
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે હવામાન અસ્થિર રહેવાનું હોવાથી, કાપણી કરેલો પાક અથવા ધાન્ય ખુલ્લા ખેતરોમાં રાખવાનું તાત્કાલિક ટાળવું, જેથી ભારે વરસાદથી થતા નુકસાનને અટકાવી શકાય.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય બન્યું છે. જેથી આગમી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લાઈ યેલો અલર્ટ જાહેર કરાયુ છે. જેથી આજે 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં LCS3 જયારે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.

આગાહીકાર અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની નવી આગાહી કહી છે કે, 25 થી 30 ઓકટોબરમા દરમ્યાન બંગાળના ઉપસાગરમા સાયકલોન બનવાની શક્યતા છે. અરબ સાગરની સિસ્ટમ ડિપ ડિપ્રેશન બનીને ગુજરાત તરફ આવતા ગુજરાતમા ભાગોમા દેશના પુર્વીય ભાગોમા જતા રાજસ્થાનમા સાયકલોન બનવાની શક્યતા છે. જેને કારણે આજથી ગુજરાતમા હવામાન પલટાની શક્યતા છે. આવતીકાલથી 30 તારીખ સુધીમા ગુજરાતમના ઘણા ભાગોમા ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. નવેમ્બરની શરૂઆત 4 થી 8 નવેમ્બરમાં ગુજરાતના હવામાનમા પલટાની શક્યતા છે. 8 નવેમ્બર બાદ ફરી એકવાર માવઠું આવશે.

દરિયાકાંઠે દરિયામાં મોજા ઉછળવાની શરૂઆત થઈ
દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાં મોસમ વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઓખા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો સલાયા પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 24 થી 28 તારીખ સુધી મોસમ વિભાગની હળવાથી ભારે વરસાદની આગાહી છે. સમુદ્ર વિસ્તારમાં પવનની ઝડપ 35 થી 55 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. આવામાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ.

સૌરાષ્ટ્રના દરીયા કાંઠે દરીયો તોફાની સ્વરૂપ ધારણ કરશે
અરબસાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો એલર્ટ પર મૂકાયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી “ભયજનક” 3 નંબર સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા દરિયા કાંઠે તંત્ર એલર્ટ જાહેર કરાયુ છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર, શિયાળ બેટ દરિયાકાંઠે દરિયામાં મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના દરીયા કાંઠે દરીયો તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *