અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ ગોઝારો બન્યો, ત્રણના મોત, વાંચો ક્યાં, મૃતકો વિસનગરના હોવાની ચર્ચા

Spread the love

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વેજળકા નજીક એક કાર સિમેન્ટ બેરિકેડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

મૃતકોની વિગત

કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ – ઉંમર 45

કોમલબેન કલ્પેશભાઈ પટેલ – ઉંમર 42

અદિતિ કૃણાલભાઈ જાની – ઉંમર 17

આ પણ વાંચો : ભચાઉ હાઇવે પર અકસ્માતમાં પિતા-પુત્રના મોત, માતા-પુત્રીને ગંભીર ઈજા

પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક પૂર ઝડપે ભાવનગર તરફ જઈ રહ્યા હતા. હાઈવે પર કામગીરી ચાલુ હોવાથી રોડ પર સિમેન્ટના બ્લોકની આડશ મૂકવામાં આવી હતી. કાર આ બ્લોક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ, 108 એમ્બ્યુલન્સ (ફેદરા અને પીપળી) દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સરખેજથી ધોલેરા સુધીના ભાગમાં કામ ચાલું છતાં લોકોએ ઉપયોગ શરૂ કરી દીધો

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર સરખેજથી ધોલેરા સુધીનો ભાગ બન્યો નથી છતાં લોકોએ ઉપયોગ શરૂ કરી દીધો છે. આ એક્સપ્રેસ હાઈવે પર સરખેજથી ધોલેરા સુધી અનેક જગ્યાએ કામ હજી ચાલુ છે, માટે ત્યાં બેરીકેટ મુકેલા છે. રસ્તો ખાલી હોવાથી લોકો 80થી વધુની ગતિએ વાહન ચલાવતા હોય છે. આવી સ્થિતિમાં બેરીકેટ નજીક આવી જતા બચાવ કરવાનો મોકો મળતો નથી અને આવા અકસ્માત થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવેના સરખેજથી ધોલેરા સુધીના ભાગનો આવી રીતે અનધિકૃત ઉપયોગ બંધ કરાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *