ગાંધીનગરના માણસા તાલુકાના 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેઓનું અપહરણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. અપહરણકારોએ કરોડોની ખંડણી માંગી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી આ મામલે પત્ર પાઠવી મદદની ગુહાર લગાવી છે.અપહ્યુતના પરિજનો પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માંગણી
પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો અજય, પ્રિયા, અનિલ, નિખિલ ચૌધરીનું ઈરાનમાં અપહરણ કરાયું છે. આ ચારેય લોકો દિલ્હીથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેઓ પ્રથમ દિલ્હીથી બેંગકોક, દુબઇ, તહેરાન એરપોર્ટ પર ઉતારાયા છે. અપહરણકર્તાઓએ અપહ્યુતના પરિજનો પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માંગણી કરી છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી આ મામલે પત્ર પાઠવી તમામને અપહરણકારોના ચુંગાલમાંથી લાવવા તાત્કાલિક સહાયની માંગણી કરી છે.