ઝાયડસ હૉસ્પિટલે કરી શેલામાં તેમની પ્રથમ “ફેમિલી ક્લિનિક”ની શરૂઆત

Spread the love

અમદાવાદ

ઝાયડસ હૉસ્પિટલ્સ લાંબા સમયથી આરોગ્ય ક્ષેત્રે વિશ્વાસ અને શ્રેષ્ઠતાનો પર્યાય બની રહી છે. સ્વપ્રદ્રષ્ટા શ્રી પંકજભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, ઝાયડસ ગ્રુપ ગુજરાતભરમાં 5 મલ્ટી- સ્પેશિયાલિટી તથા કેન્સર હૉસ્પિટલ સાથે વર્ષોથી અવિરતપણે દર્દીઓની સેવામાં કાર્યરત છે.અગ્રણી 4 મોટી હૉસ્પિટલ્સથી લઈને વિવિધ વિસ્તારોમાં ક્લિનિક્સ સ્થાપવાના નિશ્ચય સાથે, ઝાયડસે દર્દીઓને દરેક સ્તરે સાચું માર્ગદર્શન અને પારદર્શિતાનાં વારસાને સતત આગળ વધારતા, અમદાવાદ શેલામાં તેની પ્રથમ ઝાયડસ ફેમિલી ક્લિનિકની શરૂઆત કરી છે.

શેલા ખાતેનાં આ ફેમિલી ક્લિનિકમાં 20 વર્ષથી પણ વધુનાં અનુભવી ડૉ. ઉપેન્દ્ર પટેલ (MD ફિઝિશિયન) અને 13 વર્ષથી વધુનાં અનુભવી ડૉ. હર્ષિલ પટેલ (MD પીડિયાટ્રિશિયન)ની કન્સલ્ટન્સીની સાથે આધુનિક સુવિધાઓ જેવી કે ECG, એક્સ-રે, ડાયગ્નોસ્ટિક લેબનું ભરોસાપાત્ર પરીક્ષણ, ફાર્મસી તથા PFT (ફેફસાંનો ટેસ્ટ) ઉપલબ્ધ છે; જેમાં ઘરઆંગણે સેમ્પલ કલેક્શન અને ધ્વાઓની ડિલિવરીની વ્યવસ્થા પણ છે. સાથોસાથ, વ્યાપક દર્દીઓ સુધી આરોગ્યસંભાળ સુલભ બનાવવા માટે ઓપીડી ચાર્જ પણ નજીવા રાખવામાં આવ્યા છે. આ પહેલ હેઠળ ઝાયડસ ગ્રૂપનો ધ્યેય આગામી સમયમાં રાજ્યભરમાં ૫0 જેટલી ફેમિલી ક્લિનિક્સ શરૂ કરવાનો છે. જેનો હેતુ માત્ર સારવાર પૂરતો જ સીમિત નથી, પરંતુ દરેક ઘર સુધી ગુણવત્તાયુક્ત સંભાળ પહોંચાડવાના સંકલ્પ સાથે પ્રિવેંટિવ અને કોમ્યુનિટી હેલ્થકેર તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *