
આવતા મહિને નવેમ્બરમાં વિવિધ રાજ્યોમાં કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. RBI કેલેન્ડર મુજબ, પાંચ રવિવાર અને બીજા અને ચોથા શનિવાર ઉપરાંત વિવિધ સ્થળોએ બેંકો ચાર દિવસ બંધ રહેશે. તો જો તમારી પાસે આવતા મહિને કોઈ મહત્ત્વપૂર્ણ બેંક કામ હોય, તો તમે આ રજાઓ સિવાય બેંકની મુલાકાત લઈ શકો છો. બેંક રજાઓ હોવા છતાં, તમે ઓનલાઈન બેંકિંગ (UPI, IMPS, NEFT, RTGS) અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય વ્યવહારો ચાલુ રાખી શકો છો. બેંક રજાઓથી આ સેવાઓ પ્રભાવિત થશે નહીં. નવેમ્બરમાં શેરબજાર 11 દિવસ માટે બંધ રહેશે. બીએસઈની સત્તાવાર વેબસાઇટ અનુસાર, પાંચ રવિવાર અને પાંચ શનિવારે તેમજ 5 નવેમ્બર, ગુરુ નાનક જયંતિના દિવસે ટ્રેડિંગ બંધ રહેશે.
નવેમ્બરમાં તમારા રાજ્યમાં બેંક બંધ થવાના દિવસો પર એક નજર અહીં છે…
1 નવેમ્બર કન્નડ – રાજ્યોત્સવ અને ઇગાસ-બગ્વાલ – કર્ણાટક અને ઉત્તરાખંડ
2 નવેમ્બર – રવિવાર – બધી જ જગ્યાએ
5 નવેમ્બર – ગુરુ નાનક જયંતી અને કારતક પૂનમ – મોટાભાગની જગ્યાએ
6 નવેમ્બર – નોંગક્રેમ નૃત્ય – મેઘાલય
7 નવેમ્બર – વાંગાલા મહોત્સવ – મેઘાલય
8 નવેમ્બર – બીજો શનિવાર – બધી જ જગ્યાએ
9 નવેમ્બર – રવિવાર – બધી જ જગ્યાએ
16 નવેમ્બર – રવિવાર – બધી જ જગ્યાએ
22 નવેમ્બર – ચોથો શનિવાર – બધી જ જગ્યાએ
23 નવેમ્બર – રવિવાર – બધી જ જગ્યાએ
30 નવેમ્બર – રવિવાર – બધી જ જગ્યાએ