
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. ફાઇટર પ્લેટ સૂટ પહેરીને, તેઓ રાફેલમાં બેઠા હતા અને જતી વખતે રાષ્ટ્રપતિએ હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિનો સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ સાથેનો ફોટો પણ સામે આવ્યો હતો, જેમને પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન પકડવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 29 ઓક્ટોબર, 2025ના રોજ અંબાલા એરબેઝ પર રાફેલ જેટ ઉડાવ્યું હતું. આ એ જ વિમાન છે જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવા માટે થયો હતો. PIBએ 10 મેના રોજ પાકિસ્તાનના દાવાને ખોટો ગણાવ્યો હતો. રાફેલ સવારે 11.10 વાગ્યે ઉડાન ભરી હતી અને 11.50 વાગ્યે લેન્ડ કર્યું હતું.

રાષ્ટ્રપતિ જે રાફેલ વિમાનમાં બેઠા હતા તે ગ્રુપ કેપ્ટન અમિત ગેહાની દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. અમિત ભારતીય વાયુસેનાના નંબર 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝના કમાન્ડિંગ ઓફિસર (CO) પણ છે. રાષ્ટ્રપતિના રાફેલ પાછળ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે બીજા એરર્રાફ્ટથી તેમને એસ્કોર્ટ કર્યા. રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમણે ભારતીય વાયુસેનાના બે ફાઇટર વિમાનોમાં ઉડાન ભરી હતી. અગાઉ, 7 એપ્રિલ, 2023ના રોજ, તેમણે આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના રાફેલ જેટને તોડી પાડવાનો અને એક પાઇલટને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાનનું જુઠ્ઠાણું ઉઘાડું પડી ગયું છે. સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર પણ ફેલાવવામાં આવ્યા હતા કે પાઈલટ શિવાંગી સિંહ પકડાઈ ગઈ છે.જોકે, રાફેલ ફાઇટર પાઇલટ શિવાંગી સિંહ બુધવારે અંબાલા એરબેઝ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે દેખાઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સફળતાપૂર્વક રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ રાફેલ વિમાનના પ્રથમ મહિલા પાઇલટ છે. ફોટામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પાઇલટ શિવાંગી સિંહ દેખાય છે.

અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે એર ચીફ માર્શલ એપી સિંહ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉડાન માત્ર તેમની સાહસિક નેતૃત્વ શૈલીનું પ્રતીક નથી, પરંતુ ભારતની વધતી સંરક્ષણ ક્ષમતા અને વિશ્વ સમક્ષ આત્મનિર્ભર ભારત માટેના સંકલ્પનું પણ પ્રદર્શન કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ફાઇટર સૂટ પહેરીને, તેઓ રાફેલમાં સવાર થયા હતા. સુરક્ષા કારણોસર, એરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે (29 ઓક્ટોબર) સવારે અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને એરફોર્સના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ જિપ્સીમાંથી પરેડનું નિરીક્ષણ કર્યું. બાદમાં તેઓ જવાનો સાથે મુલાકાત કરી અને એરફોર્સ સ્ટેશન પર વિવિધ એકમોનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ રાષ્ટ્રપતિ રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરશે.

સુરક્ષા કારણોસર, એરફોર્સ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એરફોર્સ સ્ટેશનની અંદર કોઈને પણ મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ પ્રવેશની મંજૂરી છે. અંબાલા એરફોર્સ સ્ટેશન દેશના રાફેલ સ્ક્વોડ્રનનું હોમ બેઝ છે. રાષ્ટ્રપતિ રાફેલ વિમાનની ટેકનોલોજી, ઓપરેશનલ સિસ્ટમ્સ અને સુરક્ષા વ્યૂહરચના અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતા. પાંચ રાફેલ વિમાનોનો સમાવેશ થતી પહેલી બેચ 27 જુલાઈ, 2020ના રોજ મળી હતી. આ વિમાનો પહેલા અંબાલા એરબેઝ પર પહોંચ્યા હતા. તેઓએ ફ્રાન્સના મેરિગ્નેક એરબેઝથી ઉડાન ભરી હતી, સંયુક્ત આરબ અમીરાતના અલ ધફરા એરબેઝ પર રોકાયા હતા અને પછી ભારત પહોંચ્યા હતા. 10 સપ્ટેમ્બર, 2020ના રોજ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લીની હાજરીમાં અંબાલા એર બેઝ ખાતે એક ઔપચારિક ઇન્ડક્શન સમારોહ યોજાયો હતો. આ વિમાનોને ભારતીય વાયુસેનાના 17મા સ્ક્વોડ્રન, “ગોલ્ડન એરોઝ” માં સામેલ કરવામાં આવ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરી ચુક્યા છે.