ગુજરાતના માથે કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ઉભા પાકને નુકસાની સર્જાઈ છે. સતત પડી રહેલા વરસાદથી ખેતરમાં જ પાક ધોવાઈ ગયા છે. માવઠાથી ખેડૂતોની કરેલા ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ છે. અને હજી પણ માવઠાનું સંકટ માથે મંડરાઈ રહ્યું છે. આવામાં ગુજરાતના ખેડૂતો સરકાર પાસે સહાયની મદદ માંગી રહ્યા છે.
ખેડૂતોનો દબાયેલો અવાજ આજે ગાંધીનગર પહોંચ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં દેવા માફીની માંગણી કરી.