રાધનપુર ઠાકોર સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જેમાં લગ્નમાં ખોટા ખર્ચ પર મુકાયો પ્રતિબંધ અને DJ, હલ્દી રસમ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સગાઈમાં યુવતીને મોબાઇલ ન આપવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં મામેરામાં 11 હજારથી 1 લાખ સુધી રોકડ આપવી તેવી વાત સામે આવી છે.
રાધનપુર ઠાકોર સમાજનો લગ્નને લઈ મહત્વપૂર્ણ નિર્ણય
રાધનપુર ઠાકોર સમાજની એક મિટીંગ મળી હતી અને તે મિટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને લગ્નને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અલગ-અલગ નિયમો બનાવ્યા છે અને તે નિયમોને લઈ પાલન કરવાનું રહેશે, જેમાં લગ્નમાં 5 થી 11 વ્યક્તિઓને જઈ શકશે અને આ નિયમ ભંગ કરનારને 11 હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે, સર્વાનુમતે આ નિર્ણયને પસાર કરવામાં આવ્યો છે, લગ્નમાં થતા ખોટા ખર્ચા બંધ થાય અને રૂપિયાની બચત થાય તેને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
થોડાક દિવસો પહેલા ઠાકોર સમાજના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા
દિવાળીના સમયે ઠાકોર સમાજનું એક સ્નેહમિલન યોજાયું હતુ તેમાં પણ કુરિવાજોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, ધારાસભ્ય અમૃત ઠાકોર, સહિતના નેતાઓ રાજનીતિના ભેદભાવો ભૂલીને એક મંચ ઉપર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં સમાજના બંધારણના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ હતી.