8th Pay Commission: કારકુન, પટાવાળાથી લઈને અધિકારી સુધી કેટલો વધશે પગાર? તમે પણ જાણી લો

Spread the love

 

કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી. હવે આઠમાં પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર કરી દેવામાં આવ્યો છે. નવું પગાર પંચ 2027મા લાગૂ થઈ શકે છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું સેલેરી સ્ટ્રક્ચર સાતમા પગાર પંચની ભલામણો અનુસાર છે, જે 2016માં લાગૂ થયું હતું. ઘણા રિપોર્ટ્સ અનુસાર ચર્ચા છે કે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટ 2.86 ગણું વધશે.

જો તેમ થાય તો લેવલ 1માં બેસિક સેલેરી 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ જશે અને આ ફોર્મ્યુલા બધા સ્તરો પર લાગૂ થશે. આવો જાણીએ આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ લેવલ 1થી લઈને લેવલ 10 સુધી કેટલો પગાર વધી શકે છે.

લેવલ 1
લેવલ 1 જેમાં પટાવાળા, એટેન્ડર્સ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. તેમનો રૂ. 18,000નો મૂળ પગાર સુધારીને રૂ. 51,480 થવાની ધારણા છે, જે રૂ. 33,480નો વધારો છે.

લેવલ 2
સ્તર 2 માં નીચલા વિભાગના કારકુનોનો સમાવેશ થાય છે જે કારકુની કામગીરી સંભાળે છે. તેમનો રૂ. 19,900નો મૂળ પગાર વધીને 56914 રૂપિયા થઈ શકે છે.

લેવલ 3
લેવલ 3માં, રૂ. 21,700નો મૂળ પગાર રૂ. 40,362નો વધારો કરીને રૂ. 62,062 થવાની ધારણા છે. આ સ્તરમાં પોલીસ અથવા જાહેર સેવાઓમાં કોન્સ્ટેબલ અને કુશળ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

લેવલ 4
સ્તર 4 માં ગ્રેડ ડી સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. તેમનો રૂ. 25,500નો મૂળ પગાર વધારીને રૂ. 72,930 કરવામાં આવે તેવી શક્યતા છે, એટલે કે રૂ. 47,430નો વધારો.

લેવલ 5
લેવલ 5માં, રૂ. 29,200ના મૂળ પગારને સુધારીને રૂ. 83,512 કરી શકાય છે, એટલે કે રૂ. 54,312નો વધારો. આ સ્તરમાં વરિષ્ઠ કારકુન અને ઉચ્ચ સ્તરીય તકનીકી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

લેવલ 6
લેવલ 6માં 35,400 રૂપિયાના બેઝિક પગારમાં 65,844 રૂપિયાનો વધારો કરીને રૂપિયા 1,01,244 થઈ શકે છે. ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ આ કેટેગરીમાં આવે છે.

લેવલ 7
સુપરિન્ટેન્ડન્ટ્સ, સેક્શન ઓફિસર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સનો સમાવેશ લેવલ 7, રૂ. 44,900નો મૂળ પગાર વધીને રૂ. 83,514ના વધારા સાથે રૂ. 1,28,414 થવાની ધારણા છે.

લેવલ 8
લેવલ 8માં રૂ. 47,600નો મૂળ પગાર રૂ. 88,536 વધીને રૂ. 1,36,136 થવાની શક્યતા છે. વરિષ્ઠ વિભાગ અધિકારી અને સહાયક ઓડિટ અધિકારી આ શ્રેણી હેઠળ આવે છે.

લેવલ 9
લેવલ 9માં, રૂ. 53,100નો મૂળ પગાર રૂ. 98,766નો વધારો કરીને રૂ. 1,51,866 થવાની ધારણા છે. આ સ્તરમાં નાયબ પોલીસ અધિક્ષક અને ઓડિટ અધિકારીની જગ્યાઓનો સમાવેશ થાય છે.

લેવલ 10
સ્તર 10 માં નાગરિક સેવાઓમાં પ્રવેશ-સ્તરના અધિકારીઓ જેમ કે ગ્રુપ A અધિકારીઓનો સમાવેશ થાય છે. રૂ. 56,100નો મૂળ પગાર રૂ. 1,04,346ના વધારા સાથે રૂ. 1,60,446 થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *