હજી ઉપરાઉપરી બે વાવાઝોડા ગયા છે. પરંતુ હજી પણ વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી. કારણ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બરમાં વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે.
આ અરસામાં નોર્થ વેસ્ટ મોનસૂન અસર દક્ષિણ ભારતમાં થવાથી ભારે વરસાદથી અતિભારે શક્યતા રહેશે.
નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં 4-5 મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતી ભાગોમાં ભારે હિમવર્ષાના લીધે ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડવાની શક્યતા, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી શકે. હમણાં 4થી 6 નવેમ્બરમાં 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં પંજાબ, હરિણાયા, જમ્મુ કાશ્મીરના ભાગોમાં ઠંડીની વધવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન 4થી 8 ડિગ્રી ઘટવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે. ગુજરાતનું તાપમાન 3થી 4 ડિગ્રી ઘટી શકે. રવિ પાકને સાનુકૂળ મોસમ બનવાની શક્યતા
મેઘરાજા વિદાય નહીં લે
રાજયભરમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં ભારે તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ૩ દિવસ સુધી વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનની સીધી અસર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી છે. હજુ પણ પાંચથી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદી વરસી રહ્યો છે. જો કે ગુજરાત તરફ આવેલું ડિપ્રેશન હવે નબળું પડી જતા વરસાદની તીવતા ઘટી રહી છે.
વરસાદથી રાહત ક્યારે મળશે
હવામાન વિભાગની નવી આગાહી કહે છે કે, 2 દિવસ બાદ રાજ્યમાંથી વરસાદી માહોલથી રાહત મળશે. આજે સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ઠંડરસ્ટ્રોમની આગાહી છે. આગામી ૨૪ કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
આગામી 5 દિવસ સુધી માછીમારો માટે કોઈ ચેતવણી નથી. દરિયાકિનારે જે LC3 સિગ્નલ લગાવાયું હતું, તેને હટાવી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે.