- આતંકી ષડયંત્રનાં ખુલાસા વચ્ચે દિલ્હીથી મોટા સમાચાર (Delhi Blast)
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ
- બ્લાસ્ટની તીવ્રતાને લીધે નજીકમાં અન્ય 3 થી 4 વાહનમાં આગ
- કાર વિસ્ફોટમાં 9 લોકોના મોત, અનેક લોકો ગંભીર રીત ઘાયલ
- બ્લાસ્ટની તીવ્રતાને લીધે આસપાસની દુકાનોનાં કાચ તૂટ્યાં
- બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસની નાકાબંધી
- બ્લાસ્ટની ઘટનાને લઈને સંપૂર્ણ દિલ્હી હાઈએલર્ટ પર મુકાયું
બ્લાસ્ટની તીવ્રતાને લીધે આસપાસની દુકાનોનાં કાચ પણ તૂટ્યાં છે. પોલીસ બાદ NIA ની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ હોવાની માહિતી છે. દિલ્હી પોલીસની (Delhi Police) ટીમ બ્લાસ્ટનાં કારણોની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ઘટનાસ્થળે ફાયરબ્રિગેડનાં 7 વાહનો પહોંચ્યા હોવાની માહિતી છે. સાથે જ દિલ્હી પોલીસની સ્પેશ્યિલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે બ્લાસ્ટનાં સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હોવાની માહિતી છે. મેટ્રો સ્ટેશનનાં ગેઇટ નંબર-1 પાસે બ્લાસ્ટની માહિતી છે. બ્લાસ્ટની ઘટનાને લઈ સંપૂર્ણ દિલ્હી હાઈએલર્ટ પર છે.
Live
દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલોની લિસ્ટ આવી સામે
November 10, 2025 11:26 pm
1) હર્ષુલ (28, પિતા સંજીવ સેઠી, ગદરપુર, ઉત્તરાખંડ) 2) શિવા જાયસવાલ (32, દેવરિયા, ઉત્તર પ્રદેશ) 3) પપ્પુ (53, પિતા દૂધવી રામ, આગ્રા) 4) અશોક કુમાર (34, પિતા જગબંશ સિંહ, અમરોહા) 5) મોહમ્મદ દાઉદ (31, પિતા જાનુદ્દીન, લોની, ગાઝિયાબાદ) 6) તિલક રાજ (45, પિતા કિશન ચંદ, હમીરપુર, હિમાચલ પ્રદેશ) 7) શાઇના પરવીન (23, પિતા મોહમ્મદ સૈફુલ્લાહ), 8) સમીર (26, રહે. માંડાવલી), 9) જૉગિંદર (28, રહે. નંદ નગરી), 10) ભવાની શંકર સામરા (30, રહે. સંગમ વિહાર), 11) ગીતા (26, પિતા શિવ પ્રસાદ) 12) વિનય પાઠક (50, પિતા રામાકાંત પાઠક), 13) વિનોદ (55, પિતા વિશાલ સિંહ) 14) શિવમ ઝા (21, પિતા સંતોષ ઝા) 15) મોહમ્મદ શહનવાઝ (35, પિતા સ્વર્ગસ્થ અહમદ જમાન) 16) અંકુશ શર્મા (28, પિતા સુધીર શર્મા) 17) મોહમ્મદ ફારુખ (55, પિતા અબ્દુલ કાદિર) 18) મોહમ્મદ સફવાન (28, પિતા મોહમ્મદ ગુફરાન) 19) કિશોરી લાલ (42, પિતા મોહન લાલ) 20) આઝાદ (પિતા રસુદ્દીન)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઇજાગ્રસ્તોને મળ્યા
November 10, 2025 11:22 pm
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રી આશિષ સૂદ લોકનાયક હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને મળ્યા. આજે સાંજે લગભગ 7 વાગ્યે લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.