જો કોંગ્રેસે રામ મંદિરનું સમર્થન કર્યું હોત તો સ્વયંસેવકોએ તેને વોટ આપ્યા હોત : ભાગવત
અમે ભગવા ધ્વજને ગુરૂ માનીએ છીએ પણ રાષ્ટ્રધ્વજનું પુરૂં સન્માન છે : સર સંઘ સંચાલક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલકે મોટી વાત કરી હતી કે કોંગ્રેસ રામ મંદિરનું સમર્થન કયું હોત તો સ્વયંસેવકે (આરએસએસ) તેને વોટ આપ્યા હોત. ભાગવતે કહ્યું હતું કે સંઘ સમાજને જોડનારો છે અને રાજનીતિ સ્વભાવથી વિભાજનકારી છે. સંઘ રાજનીતિ પર નહીં, રાષ્ટ્રનીતિ પર ચાલે છે. અમારૂ કોઈ ખાસ પાર્ટીને સમર્થન નથી અને ભારતીય હોવાના કારણે બધી પાર્ટીઓ અમારી છે. સંઘ પોતાના વિચાર-નીતિ અને દિશા તરફ દેશને લઈ જવા માગે છે, જે એ નીતિનું સમર્થન કરે છે.
તેમણે કહ્યું હતું કે સંઘ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માગતું હતું. ભાજપ તેના પક્ષમાં હતું તો સ્વયંસેવકોએ તેમને વોટ આપ્યા. જો કોંગ્રેસે રામ મંદિરનું સમર્થન કર્યું હોત તો સ્વયંસેવકો તેમને પણ વોટ આપત. રાષ્ટ્રધ્વજ તિરંગાના સન્માનના સવાલ પર સંઘ પ્રમુખે કહ્યું હતું કે ભગવા સામે તિરંગોનો કોઈ પ્રશ્ન જ નથી. સંગઠનમાં ભગવાન ધ્વજને ગુરૂ માનવામાં આવે છે, પરંતુ સંઘમાં તિરંગા પ્રત્યે અત્યધિક માન છે. તેમણે જણાવ્યું કે 1933માં પહેલી વાર રાષ્ટ્રીય ધ્વજ પારંપારિક ભગવો રંગ રાખવાનું નકકી થયું હતુ પરંતુ મહત્મા ગાંધીએ ત્રણ રંગોનું સૂચન કર્યું હતું જેમાં સૌથી ઉપર ભગવો હોય સંઘ હંમેશા તિરંગા સાથે ઉભું રહ્યું, તેનું સન્માન કર્યું, રક્ષા કરી.