
અંસાર ગજવત-ઉલ-હિન્દ (એજીયુએચ) એક આતંકી સંગઠન છે. આ અલ-કાયદાથી સંબંધ્ધ છે અને મુખ્યત્વે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય રહ્યું છે. તેનું ગઠન હિઝબુલ મુજાહિદીનના પૂર્વ કમાન્ડર ઝાકીર મૂસાએ કર્યું હતું. ઝાકીર મૂસા મે 2019માં માર્યો ગયો હતો. ત્યાર બાદ તેની કમાન હમીદ લેલહારીએ સંભાળી હતી. તે પણ બાદમાં માર્યો ગયો હતો. બાદમાં અનેક કમાન્ડર માર્યા ગયા હતા. જેમ કે ઈમ્તિયાઝ અહમદ શાહ (2021).
જૈશ-એ-મોહમ્મદના બારામાંઃ
* જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન છે.
* સ્થાપનાઃ જાન્યુઆરી 2000માં પાકિસ્તાનના બહાવલપુરમાં.
* સંસ્થાપકઃ કૌલાના મસૂદ અઝહર
* સમર્થનઃ પાકિસ્તાનનું આઈએસઆઈ
* પહેલા હરકત-ઉલ-મુજાહિદીનનો ભાગ હતું, પરંતુ અલગ થઈને નવું સંગઠન બનાવ્યું.
* મુખ્ય નેતાઃ મસૂદ અઝહરઃ મુખ્ય ગેંગ લીડર યુએન ગ્લોબલ ટેરરિસ્ટ (2019થી).
ભારતમાં અનેક હુમલા માટે જવાબદારઃ
2011ઃ ભારતીય સંસદ પર હુમલો
2013ઃ પઠાનકોટ એરબેઝ
2019ઃ પુલવામાં સુસાઈડ બોમ્બિંગ (40 સીઆરપીએપ જવાન શહીદ).
2025ઃ મહલગામ હુમલો (26 મોત).
લગભગ ખતમ થઈ ગયું હતું સંગઠનઃ
2919-2021માં સુરક્ષા દળોના ઓપરેશનોમાં કાશ્મીરમાં આ સંગઠન લગભગ ખતમ થઈ ગયું હતું. પરંતુ ગત મહિને તેમાં ફરી સક્રિય થવાના સંકેત મળ્યા. 9-10 નવેમ્બર 2025ના જમ્મુ-કાશ્મીર પોલીસે ઈન્ટર-સ્ટેટ ટેરર મોડયુલનો ભંડાફોડ કર્યો જે આ સંગઠન અને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું હતું.
* ભારતઃ યુપીએ અંતર્ગત પ્રતિબંધિત
* આંતરરાષ્ટ્રીયઃ યુએન, યુએસ, યુકે, ઈયુ દ્વારા ટેરિરિસ્ટ ઓર્ગેનાઈઝેશન જાહેર.