સુરત, 13 નવેમ્બર 2025:સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કદોડ ગામમાં અત્યંત શોકાતુર અને કરુણામય વાતાવરણમાં ડૂબેલું છે. ગત ઓક્ટોબરમાંનેપાળના અન્નપૂર્ણા-૩ પર્વતારોહણ માટે ગયેલા કદોડના વતની જીગ્નેશભાઈલલ્લુભાઈ પટેલ (૫૨) અને તેમની હોનહાર પુત્રી પ્રિયાંસીજીગ્નેશભાઈ પટેલ (૧૭) ભારે હિમવર્ષા અને તોફાનમાં લાપતા થયા બાદ, આજે ૧૩ નવેમ્બરે તેમના પાર્થિવદેહો વતન પહોંચ્યા.
વહેલી સવારે શરૂ થયેલી અંતિમયાત્રામાં હજારો ગ્રામજનો, સ્વજનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનોઅશ્રુભીની આંખે જોડાયા. આ દુઃખદ ઘટનાએ એક સેવાભાવી પિતા અને પર્વતારોહણની યુવા પ્રતિભાને એકસાથે ગુમાવવાનો આઘાત આપ્યો છે, જેની વેદના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ઓક્ટોબરની શરૂઆતમાં કદોડ ગામના શિક્ષક અને સમાજસેવક જીગ્નેશભાઈ પટેલ, જે એમ.એ., બી.એડ.ની ડિગ્રી ધરાવતા હતા, તેઓ લાંબા સમયથી ટ્યુશન ક્લાસ ચલાવે છે અને ગામમાં અનેક સેવાકીયપ્રવૃત્તિઓમાંજોડાયેલા છે. તેમની પત્ની જગૃતિબેન પણ શિક્ષિકા છે. જીગ્નેશભાઈનેપર્વતારોહણનો ઊંડો શોખ હતો અને તેમની એકની એક પુત્રી પ્રિયાંસી તેમની સાથી અને પ્રેરણાસ્ત્રોત હતી. ધોરણ ૧૧ની વિદ્યાર્થિની પ્રિયાંસીએ નાની ઉંમરે જ અનેક ટ્રેકિંગસ્પર્ધાઓમાં ભાગ લઈને રેકોર્ડ્સ સ્થાપ્યા હતા. તેણીએઅદ્વેન્ચરસર્ટિફિકેટ્સ મેળવ્યા હતા અને ૨૦૧૮થી પિતા સાથે મુક્તિનાથ, થોરોંગ લા, ઇડમપ્રા પીક, તિલીચોલેક જેવા મુશ્કેલ ટ્રેક્સ પૂર્ણ કર્યા હતા. આ વર્ષે જુન-જુલાઈમાંજીગ્નેશભાઈએ એકલા અન્નપૂર્ણા બેઝ કેમ્પની ઉત્તરીય દિશામાંથી પર્વતારોહણ કર્યું હતું.
૧૪ ઓક્ટોબરેસુરતથીનીકળીને નેપાળ પહોંચેલા પિતા-પુત્રીએ ૨૦ ઓક્ટોબરેમલેરીપા (મિલારેપા) મઠની મુલાકાત લીધી. ૨૧ ઓક્ટોબરેજગૃતિબેન સાથે છેલ્લી વાતચીતમાં જીગ્નેશભાઈએ જણાવ્યું કે તેઓ અન્નપૂર્ણા બેઝ કેમ્પ પહોંચી ગયા છે અને ૩૦ ઓક્ટોબર સુધીમાં પરત ફરશે. તેઓ ૩૧ ઓક્ટોબરે ઘરે પરત ફરવાના હતા. પરંતુ ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક ન થયો. જગૃતિબેને અનેક વખત ફોન કર્યા, પરંતુ વ્યર્થ. આ સમયે નેપાળનાહિમાલયમાંસાયક્લોનમોન્થાના કારણે ભારે હિમવર્ષા અને તોફાન આવ્યું હતું, જેના કારણે ૧,૫૦૦થી વધુ પર્યટકોઅટવાયા અને અનેક રૂટ્સ બંધ થયા હતા.
પરિવારે તાત્કાલિક સ્થાનિક આગેવાનો અને ભારતીય દૂતાવાસને જાણ કરી. દૂતાવાસનામાધ્યમથી નેપાળ પોલીસ અને આર્મીએ સઘન શોધખોળ શરૂ કરી. ૯ નવેમ્બરેબંનેના મૃતદેહ બરફમાં દબાયેલીહાલતમાંમળી આવ્યા. ઘટનાસ્થળ એટલું દુર્ગમ હતું કે બેઝકેમ્પસુધીલાવવામાં ૧૩ કલાકલાગ્યા. ત્યારબાદપોસ્ટમોર્ટમઅનેકાયદાકીયપ્રક્રિયાઓપૂર્ણકરવામાંઆવી. ૧૨ નવેમ્બરેમૃતદેહોમુંબઈએરપોર્ટપરલાવવામાંઆવ્યાઅનેએમ્બ્યુલન્સમારફતેકદોડપહોંચાડવામાંઆવ્યા હતા.
આજે વહેલી સવારે ૫ વાગ્યે જ્યારે પાર્થિવદેહો ઘરે પહોંચ્યા, ત્યારે કરુણ દૃશ્યો સર્જાયા. જગૃતિબેન અને પરિવારના સભ્યો હિબકેચડ્યા હતા. સવારે ૭ વાગ્યે અંતિમયાત્રા શરૂ થઈ. કદોડથી શ્મશાન સુધીનો માર્ગ લોકોથી ખીચોખીચ ભરાયો. વિદ્યાર્થીઓએ **”સર, આપની યાદ હંમેશા રહેશેના બેનરોલટકાવ્યા ule. પ્રિયાંસીનાસહપાઠીઓએફૂલોની વર્ષા કરી. સ્થાનિકોએ જણાવ્યું કે જીગ્નેશભાઈ ગામના દરેક કાર્યક્રમમાં આગળ પડતા હતા, જ્યારે પ્રિયાંસી ગામની ગૌરવ હતી.