દિaલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને પગલે જાહેર કરાયેલા હાઇ એલર્ટના ભાગરૂપે ગીર સોમનાથ પોલીસે મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
જિલ્લાના ૧૧૦ કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના ગામોમાં રહેતા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ કોમ્બિંગ દરમિયાન, એસઓજી ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. હથિયારો મળ્યા બાદ પોલીસે દરગાહના મુંજાવરની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશભરમાં સુરક્ષા સઘન બનાવવાના ભાગરૂપે ગીર સોમનાથ પોલીસે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચકાસણી વધારી દીધી છે. આવા કોમ્બિંગ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.